Bollywood Actress Adah Sharma Shared Dance Video
  • Home
  • Videos
  • આ બોલીવુડ અભિનેત્રીએ પીળી સાડી પહેરીને કર્યો ધમાકેદાર ડાન્સ

આ બોલીવુડ અભિનેત્રીએ પીળી સાડી પહેરીને કર્યો ધમાકેદાર ડાન્સ

 | 11:49 am IST

બોલીવુડ અભિનેત્રી અદા શર્મા અત્યારે પોતાની આગામી ફિલ્મ ‘કમાન્ડો-3’નાં શૂટિંગમાં વ્યસ્ત છે. અદા સોશિયલ મીડિયા પર અવાર-નવાર પોતાના ફૉટો અને વિડીયો શેર કરતી હોય છે. અદા શર્માનો નવો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે પીળી સાડીમાં ડાન્સ કરી રહી છે. તેના ફેન્સ આ ડાન્સને જંગલી ડાન્સ ગણાવી રહ્યા છે.

અદા શર્માએ આ વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે જેમાં તે પરણીતિ ચોપરા અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ ‘હંસી તો ફંસી’નાં ગીત ‘શેક ઇટ લાઇક શમ્મી’ પર ડાન્સ કરી રહી છે. અદા શર્મા ઘણો જ જોરદાર ડાન્સ કરી રહી છે. તેણે વિડીયો શેર કરતા લખ્યું છે કે, ‘આ વિડીયોની માફક આવનારા સમયમાં હું બીજા પણ ડાન્સ વિડીયો શેર કરીશ. આ ફાઇનલ વિડીયો નથી, પરંતુ આ રિહર્સલ વિડીયો છે. હું સ્ટેજ પર જતા પહેલા મારા રૂમમાં ડાન્સ કરું છું અને તેમાં સુધારા કરું છું.’

અદા શર્માનાં આ વિડીયોને અંદાજે 6.25 લાખ વાર જોવામાં આવ્યો છે.