bollywood actress amala paul described her nude scene in latest interview
  • Home
  • Entertainment
  • Bollywood
  • સામે 15 લોકો અનેે માારે આખા કપડાં ઉતારવાનાં હતા….હિરોઈને જણાવી સીનની કહાની

સામે 15 લોકો અનેે માારે આખા કપડાં ઉતારવાનાં હતા….હિરોઈને જણાવી સીનની કહાની

 | 10:17 am IST

ફિલ્મનાં એક સીન માટે હિરોઈન અને હિરોને શું શું નથી કરવું પડતું એ જ્યારે હિરોઈન ખુદ વાત કરે ત્યારે સાચી હકીકત જાણવા મળે છે. સૌથી અઘરૂ કામ હોય છે ન્યૂડ સીન આપવાનું. હાલમાં જ બોલ્ડ સીન આપીને એક હિરોઈન જોરદાર ચર્ચામાં આવી ગઈ છે.

સાઉથની જાણીતી હિરોઈન અમલા પોલે હાલમાં ઘણા ખુલાસા કર્યા છે. તેણે ન્યૂડ સીન સાથે જોડાયેલી એક એક વાત શેર કરી હતી. તેણે જણાવ્યું કે 15 લોકો સામે ન્યૂડ સીન કરવું એ કેટલું અઘરૂ હતું અને કઈ રીતે તેણે પોતાને મજબુત બનાવી હતી.

અમલા પોલે અદાઈ ફિલ્મમાં ખુબ બોલ્ડ સીન આપ્યું છે. 18 જૂને આ ફિલ્મનુ ટીઝર રિલીઝ થયું છે કે જેમાં હિરોઈનની ન્યૂડ સીનની એક ઝલક જોવા મળી છે. હાલમાં તેણે એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યુંમા ન્યૂડ સીન પાછળની પુરેપુરી કહાની સંભળાવી હતી.

તેણે જણાવ્યું કે, હું આ સીનને લઈને ખુબ નર્વસ હતી. હું એ બધુ જાણીને હેરાન હતી કે સેટ પર શું શું થવાનું છે અને કેટલા લોકો સેટ પર હાજર હશે. શું ત્યા કોઈ સુરક્ષાની વ્યવસ્થા હશે કે નહીં? મને હેરાન જોઈને ડાયરેક્ટર રત્ના કુમારે કહ્યું કે હેરાન થવાની કોઈ જરૂર નથી તું સીન પહેલા એક સ્પેશિયલ કપડા પહેરી લેજે. પરંતુ મે એને કહ્યું કે તમારે હેરાન થવાની કોઈ જરૂર નથી.

આગળ અમાલા પોલે કહ્યું કે, શુટ દરમિયાન ડાયરેક્ટરે માત્ર 15 લોકો જ સેટ પર રાખ્યા હતા. જો હું ક્રુ મેમ્બર પર ભરોષો ના કરતી તો ક્યારેય આ સીન ના કરી શકતી. અમાલા પોલે આગળ એમ પણ કહ્યું કે, હું અદાઈ ફિલ્મ પહેલા એક્ટિંગ છોડવાનું વિચારતી હતી. કારણ કે જે પણ ફિલ્મ માટે ઓફર આવતી એ બધી ફિલ્મો મને ખોટી કહાની વાળી લાગતી હતી. જુઓ અમાલાનાં કેટલાક ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન