bollywood actress and bjp leader kiran kher viral video
  • Home
  • Election 2019
  • VIDEO: કિરણ ખેર રસ્તા પર જ ભફાંગ થઈ ગયાં! ઉભા થઈને કહ્યું, પ્લીઝ આને રેકોર્ડ ન કરશો

VIDEO: કિરણ ખેર રસ્તા પર જ ભફાંગ થઈ ગયાં! ઉભા થઈને કહ્યું, પ્લીઝ આને રેકોર્ડ ન કરશો

 | 2:14 pm IST

આ પહેલા ભાજપની સાંસદ કિરણ ખેર સંસદ ભવનમાં અજીબો ગરીબ હરકત કરતા જોવા મળી હતી. હવે એક બીજી ઘટનાને લઈન કિરણ ખેર ચર્ચામાં આવી રહી છે અને ખેરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમજ કિરણ ખેર ભાજપની નેતા તો ખરી જ પણ સાથે સાથે બોલિવૂડની હિરોઈન પણ છે. એટલે ઘટના વધારે વાયરલ થઈ રહી છે.

થયું એવું કે કિરણ ખેર મતદાન કરવા ગઈ હતી અને અચાનક શું થયું કે ખેર ભફાંગ થઈ ગઈ. સંતુલન બગડવાને કારણે બેલેન્સ ન રહ્યું અને કિરણ ખેર જમીન પર પટકાઈ. પરંતુ જ્યાં સુધી કિરણ ખેર ઉભી થાય ત્યાં સુધીમાં તો મીડિયાએ તેને ઘેરી લીધી હતી. તો મીડિયાને જોઈને કિરણ ખેરે કહ્યું કે, પ્લીઝ આને રેકોર્ડ ન કરશો…. પરંતુ આ વીડિયો સોશિયલ મીડિયામાં વધારે પડતો જ વાયરલ થઈ રહ્યો છે.

2014માં કિરણ ખેરે ચંદીગઢથી ભાજપને જીતનો સ્વાદ ચખાડ્યો હતો. અને આ વખતે પણ તે ચંદીગઢથી જ ભાજપ તરફથી લોકસભાનાં ઉમેદવાર છે. તેની સામે કોગ્રેસ તરફથી નેતા પવન બંસલ છે. જો એક્જિટ પોલ પર નજર નાખવામાં આવે તો ભાજપની સતાવાળી એનડીએ સરકાર બનવા જઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન