Bollywood Actress Deepika Padukone Shared Photos of Gym Workout
  • Home
  • Featured
  • દીપિકા પાદુકોણે જીમમાં પાડ્યો પરસેવો, લાખો લોકોએ જોઈ વાયરલ તસવીરો

દીપિકા પાદુકોણે જીમમાં પાડ્યો પરસેવો, લાખો લોકોએ જોઈ વાયરલ તસવીરો

 | 2:32 pm IST

બોલિવૂડ એક્ટ્રેસ પોતાને ફિટ અને યંગ રાખવા માટે જીમમાં કલાકો સુધી પરસેવો પાડે છે. કેટરીના કૈફથી લઈ આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણ સુધી કેટલીક એવી એક્ટ્રેસીસ છે જે ધણી મહેનતથી વર્કઆઉટ કરે છે અને પછી તેમની તસવીરોને સોશિયલ મીડિયા પર શેર કરી ફેન્સને પણ ફિટ રહેવા માટે પ્રોત્સાહિત કરે છે.

દીપિકા પાદુકોણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેઓ સતત તેની ફોટોઝ અને વીડિયો ફેન્સ સાથે શેર કરે છે. જ્યારે હવે દીપિકાએ તેના ઇન્સ્ટાગ્રામ પર વર્કઆઉટની કેટલીક તસવીરો ફેન સાથે શેર કરી છે. આ તસવીરોમાં દીપિકા વર્કઆઉટ બાદ આરામ કરતા દેખાઈ રહી છે. દીપિકાની આ તસવીરો ઘણી વાયરલ થઈ રહી છે. લખાય ત્યાં સુધી દીપિકાની આ જીમની તસવીરોને લગભગ 13-12 લાખ લાઇક્સ મળી છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો દીપિકા આગામી ફિલ્મ ‘છપાક’માં દેખાશે. આ ફિલ્મ એસિડ અટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારીત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન