Bollywood Actress Disha Patani say no one ever proposed her
  • Home
  • Entertainment
  • Bollywood
  • હોટ અને ગ્લેમરસ અભિનેત્રી દિશા પટણીએ કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- છોકરાઓ મને…

હોટ અને ગ્લેમરસ અભિનેત્રી દિશા પટણીએ કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- છોકરાઓ મને…

 | 11:34 pm IST

હાલ બોલિવૂડમાં ફીટ અને ગ્લેમરસ એક્ટ્રેસીસમાં દિશા પટણીનું નામ ટોપ પર આવે છે. દિશાની હાલ બોલિવૂડમાં થોડીક જ ફિલ્મો આવી છે. પરંતુ તેમ છતાં પોતાના અભિનય અને લુકના કારણે તે લોકોના દિલો પર રાજ કરી રહી છે. દિશા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. જ્યાં તેની ફેન ફોલોવિંગ જબરદસ્ત છે.

જો કે, છેલ્લા ઘણા સમયથી દિશા અને ટાઈગર શ્રોફના કથિત અફેરની ચર્ચા છે. પરંતુ આ અંગે અત્યાર સુધી બંનેમાંથી કોઈ એ સત્તાવાર જાહેરાત કરી નથી. પરંતુ જો દિશાનું માનીએ તો આજ સુધી કોઈ છોકરાએ તેને પ્રપોઝ કરી નથી. એક મીડિયા રિપોર્ટ મુજબ ખુદ દિશાએ કહ્યું છે કે તેને કોઈ છોકરાએ પ્રપોઝ કરી નથી. આપને જણાવી દઈએ કે હાલ દિશા તેની ફિલ્મ ‘મલંગ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે.

આ દરમિયાન એક ઇન્ટરવ્યૂમાં તેને કહ્યું કે,‘સ્કૂલમાં ટોમબોય હતી, તેથી કોઈએ પ્રપોઝ નથી કરી.’ આ સિવાય દિશાએ જણાવ્યું કે તેના પિતા પોલીસમાં હતા. તેથી પણ કદાચ કોઇને તેનાથી પૂછ્યું નથી. રિપોર્ટ મુજબ દિશા હવે સલમાન ખાનની ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ માં કામ કરી રહી છે. જેનું ડાયરેક્શન પ્રભુદેવા કરી રહ્યા છે. આ ઉપરાંત દિશા એકતા કપૂરની ફિલ્મ KTina માં પણ દેખાશે.

આ વીડિયો પણ જુઓ: આજના દિવસે અનેક ઘટનાઓ એવી બની હતી જેણે ઈતિહાસ સર્જ્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન