Bollywood Actress Ileana D’Cruz Reveal new think about her life
  • Home
  • Entertainment
  • Bollywood
  • શારીરિક સંબંધો અને ઈન્ટિમેટ સીનને લઈને બોલિવૂડની આ અભિનેત્રીએ કર્યો ધમાકો, કહ્યું…

શારીરિક સંબંધો અને ઈન્ટિમેટ સીનને લઈને બોલિવૂડની આ અભિનેત્રીએ કર્યો ધમાકો, કહ્યું…

 | 5:12 pm IST

ઘણી હીરોઈનો એવા ખુલાસા કરે કે બોલિવૂડ આખું વિચારતું રહી જાય. હાલમાં એક અભિનેત્રીએ શારીરિક સંબંધોને લઈ એવી જ વાત કરી કે જેને સાંભળી સૌ કોઈ ચોંકી ગયા. વાત છે ઇલિયાના ડિક્રૂઝની. હાલમાં ઇન્ડસ્ટ્રીની ટેલેન્ટેડ અભિનેત્રીઓમાં તેનો સમાવેશ થાય છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર અભિનેત્રીએ એવી તસવીરો પોસ્ટ કરી હતી કે જેના કારણે તે ચર્ચામાં છે.

ઉલ્લેખનીય છે કે ઇલિયાના પહેલા તમિલ અને તેલુગુ ફિલ્મ જગત સાથે જોડાયેલી હતી અને હવે ટૂંક સમયથી બોલિવૂડમાં કામ કરી રહી છે. હવે પછીના સમયમાં તે અનીસ બઝમીની અપકમિંગ હિન્દી કોમેડી ફિલ્મ ‘પાગલપંતી’માં જોવા મળવાની છે કે જેનું ટ્રેલર પણ આવી ચૂક્યું છે. પરંતુ ઈલિયાનાએ હાલમાં એક ઇન્ટરવ્યૂમાં ઇન્ટિમેટ સીન અને પોતાની પર્સનલ લાઇફ સાથે ખુલાસા કરીને ધમાકો કર્યો છે.

વાતચીત દરમિયાન ઇલિયાનાએ મીડિયા સામે શારીરિક સંબંધો અને ઈન્ટિમેટ સીન વિશે ખુલીને વાત કરી હતી. જણાવ્યું કે, પ્રેમ અને શારીરિક સંબંધને કોઇ લેવા-દેવા નથી. આ વાતને આઉટ ઑફ કોન્ટેક લઈ લીધી છે. જે રીતે વાતને સમજવી જોઈએ એ રીતે લોકોએ નથી સમજી.

આગળ વાત કરી કે, મને તો શારીરિક સંબંધ બાધવામાં આનંદ આવે છે અને હું વર્કઆઉટની જેમ આ કામ કરું છે. બાદમાં ઈન્ટિમેટ સીન વિશે તેણે કહ્યું કે, સૌ કોઈને શારીરિક સંબંધનો આનંદ લેવો જોઇએ પરંતુ એ વાતનું ધ્યાન રહે કે તેમાં ભાવના અને લાગણી હોવી જોઇએ. ઉલ્લેખનીય છે કે ઇલિયાના કોમેડી ડ્રામા ફિલ્મ પાગલપંતીમાં જોવા મળવાની છે કે જેમાં જૉન અબ્રાહમની લવરના પાત્રમાં તે જોવા મળશે.

આ વીડિયો પણ જુઓ: રાજ્યમાં ડેન્ગ્યુના 7319 કેસ નોંધાયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન