Bollywood Actress Ishita Raj glamorous photos goes Viral on Social Media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ફરી બોલ્ડ અંદાજમાં દેખાઈ આ બોલિવૂડ એક્ટ્રેસ, HOT ફોટોઝથી ઇન્ટરનેટ પર લગાવી આગ

ફરી બોલ્ડ અંદાજમાં દેખાઈ આ બોલિવૂડ એક્ટ્રેસ, HOT ફોટોઝથી ઇન્ટરનેટ પર લગાવી આગ

 | 7:43 pm IST

વર્ષ 2011માં આવેલ લવ રંજન ડાયરેક્ટેડ ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’થી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી અભિનેત્રી ઇશિતા રાજ એકવાર ફરી તેની બોલ્ડ તસવીરોના કારણે ચર્ચામાં આવી છે. તેની કેટલીક બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર જબરદસ્ત રીતે વાયરલ થઈ રહી છે. ઇશિતા રાજ શર્માનો જન્મ 8 ફેબ્રુઆરીએ 1990માં બિહારના સિવાન જિલ્લામાં થયો હતો. ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’ બાદ તે આ ફિલ્મની સિક્વલ ‘પ્યાર કા પંચનામા 2’ માં કુસુમના પાત્રમાં નજરે આવી હતી.

આ સિવાય તેને ફિલ્મ ‘સોનૂ કે ટીટૂ કી સ્વીટી’ માં પિહૂની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મને પણ દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. ઇશિતા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે સતત તેની તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરે છે. ત્યારે હવે એકવાર ફરી તેની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 3 લાખથી વધુ ફોલોવર્સ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન