on Instagram Bollywood actress kareena kapoor pictures
  • Home
  • Featured
  • Photos: એવી તે કેવી સાડી પહેરીને નીકળી કરીના, જે પણ જુએ બસ કરી રહ્યુ છે તેની જ ચર્ચા

Photos: એવી તે કેવી સાડી પહેરીને નીકળી કરીના, જે પણ જુએ બસ કરી રહ્યુ છે તેની જ ચર્ચા

 | 2:43 pm IST

કોઈ ફંક્શન હોય કે પછી ફિલ્મોનું પ્રમોશન એરપોર્ટ પર અચાનક કેમેરામાં કેડ થઈ હોય કે પછી જિમ લુકમાં હોય કરીના કપૂર હંમેશા આકર્ષક જ લાગે છે. વેસ્ટર્ન આઉટફીટ હોય કે પછી ભારતીય પરિધાન કરીના તેના અંદાજ અને ફેશન સેન્સથી સૌ કોઈનું ધ્યાન ખેંચે છે. સોશિયલ મીડિયા પર પણ કરીના આકર્ષણ જમાવે છે. પ્રશંસકો તેની નવી તસવીરો જોવા આતુર રહે છે.

ઇન્ટરનેટ પર કરીના કપૂરની કેટલીક લેટેસ્ટ તસવીરો કહેર વર્તાવી રહી છે. આ તસવીરોમાં કરીનાએ સાડી પહેરી છે અને એ પણ ખાસ સાડી છે વાત જાણે એમ છે કે કરીના કપૂરે જે સાડી પહેરી છે તેમાં તેના પર તેનું નામ છે ‘Bebo’ આ સાડી જોતા લાગે જ કે ખરેખર કરીના જે કહે છે તે સાચુ જ છે કે મેં અપની ફેવરીટ હું. સાડી પર લખ્યુ છે ‘Bebo’.

આ મહિનાના અંતે કરીનાની ફિલ્મ ગુડન્યુઝ બોક્સ ઓફિસ પર આવી રહી છે. 27 ડિસેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મમાં અક્ષય કુમાર તેના પતિનો રોલ નિભાવી રહ્યો છે.

કરીનાએ સાડી પહેરીને જે રીતે ફોટોશુટ કરાવ્યુ પેલો તેનો ડાયલોગ ફિલ્મ જબ વી મેટ વાળો યાદ આવી જાય જેમાં કરીના કહે છે મેં અપની ફેવરીટ હું. કરીનાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહી છે. ગુડ ન્યુઝ ફિલ્મમાં કરીના પ્રેગનેન્ટ લેડીનું પાત્ર નિભાવી રહી છે. ફિલ્મમાં અક્ષય અને કરીના બાળક માટે IVFનો સહારો લે છે ડોક્ટરોની ભૂલથી સ્પર્મ એક્સચેન્જ થઈ જાય છે.

ફિલ્મની દર્શકો આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. કરીના માટે આ ફિલ્મ એટલે પણ ખાસ છે કેમકે તે રિયલ લાઈફમાં આ ખુબસુરત અનુભવમાંથી પસાર થઈ ચુકી છે. કરીના 20 ડિસેમ્બર 2016માં એક પુત્રની માતા બની છે જે કરીના જેવો જ સુંદર છે. કરીના અને સૈફના આ પુત્રનું નામ તૈમૂર છે અને તે પણ સોશિયલ મીડિયા પર છવાયેલ રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન