Bollywood actress karishma tanna Hot Photos viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • PHOTOS: લાખો દિલોને કાયલ કરનારી અભિનેત્રીને લોકો કહેતા કે, તારી સાથે કોણ લગ્ન કરશે?

PHOTOS: લાખો દિલોને કાયલ કરનારી અભિનેત્રીને લોકો કહેતા કે, તારી સાથે કોણ લગ્ન કરશે?

 | 5:37 pm IST

કરિશ્મા તન્નાએ ‘ખતરો કે ખિલાડી 10’ જીતીને ઇતિહાસ રચ્યો હતો. તે આ શો જીતનાર પ્રથમ મહિલા સેલેબ્સ હતી કરિશ્મા તેની સિદ્ધિ પર થોડી ભાવુક થઈ ગઈ હતી અને તેના જૂના દિવસોને યાદ કરતાં કહ્યું હતું કે એક સમય હતો જ્યારે લોકો કહેતા હતા કે આ છોકરી સાથે કોણ લગ્ન કરશે. કરિશ્મા તન્નાએ ઈંસ્ટાગ્રામ પર એક પોસ્ટ લખીને તેના હૃદયની વાત લોકો સમક્ષ જણાવી છે.

કરિશ્મા તન્નાએ તેની પોસ્ટમાં લખ્યું છે – પરંપરાગત ગુજરાતી પરિવાર સાથેના મારા જોડાણને કારણે મને પહેલા એવું જ સાંભળવા મળતું કે હું આ બધું ન કરી શકું. લોકો કહેતા હતા કે મારે આવું ન કરવું જોઈએ. હું કેમ બીજું કંઇ નથી કરતી, શા માટે હું સારી નોકરી કરીને એક છોકરા સાથે લગ્ન નથી કરી લેતી. આવી સ્થિતિમાં કયો છોકરો મારી સાથે લગ્ન કરશે? આવા સવાલો કરવામાં આવતાં.

કરિશ્માએ આગળ લખ્યું છે કે, ‘દરેક લોકો કહેતા હતા કે આ પુરુષોની દુનિયા છે, હું કેવી રીતે ટકી શકીશ. તેનો કોઈ ગોડફાધર નથી, કોઈ મોટું કનેક્શન નથી. હા, મારી પાસે આમાંથી કોઈ નહોતું. પણ મારી પાસે જનુન હતું, જે દરેક નાના છોકરા અથવા છોકરી બહાર નીકળીને કંઈક કરવા માંગે છે. ‘

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન