મા બનવાની છે લીઝા હેડન, શેર કરી બેબી બમ્પની તસવીર

546

ગત વર્ષનાં ઓક્ટોમ્બર માસમાં લગ્નનાં તાતણે બંધાયેલ લીઝા હેડન માં બનવાની છે. તેણે આ ખુશખબરી પોતાના પ્રશંસકો સાથે સોશિયલ મીડિયામાં શેર કરી છે. લીઝાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર બેબી બમ્પ સાથે પોતાની તસવીર શેર કરતા લખ્યુ છે,”વિનમ્ર શરૂઆત”.

ગત કેટલાક દિવસોથી લીઝાની પ્રેગ્નેન્સીની ખબરો મીડિયામાં આવતી રહી છે. પરંતુ હવે તેણે સોશિયલ મીડિયા પર પોતાની તસવીર પોસ્ટ કરીને બધી જ વાતોને સાફ કરી દીધી છે. તમને જણાવી દઇએ કે, લીઝાએ ગત વર્ષનાં ઓક્ટોમ્બર મહિનામાં પોતાના બોયફ્રેંડ ડિનો લાલવાની સાથે લગ્ન કર્યા હતાં. તેમના લગ્નમાં તેમના નજીકનાં મિત્રો અને સંબંધીઓ શામેલ થયા હતાં.

Humble beginnings 🙏👶💞

A photo posted by Lisa Haydon (@lisahaydon) on

નોંધનિય છે કે, હાલમાં લીઝા એક શોર્ટ ફિલ્મ ધ ટ્રિપમાં નજર આવી રહી છે. લીઝા દર્શકોને છેલ્લે કરણ જોહરની ફિલ્મ ‘એ દિલ હે મુશ્કિલ’માં રણબીર કપૂરની ગર્લફ્રેંડની ભૂમિકામાં નજર આવી હતી.