Bollywood Actress Looks Stunning In Premier Of 'Mowgli: legend of The jungle'
  • Home
  • Featured
  • Photos: ‘મોગલી’નાં પ્રીમિયરમાં જોવા મળ્યો બોલીવુડની સુંદરીઓનો શાનદાર અંદાજ

Photos: ‘મોગલી’નાં પ્રીમિયરમાં જોવા મળ્યો બોલીવુડની સુંદરીઓનો શાનદાર અંદાજ

 | 4:36 pm IST

નેટફ્લિક્સની અપકમિંગ ફિલ્મ ‘મોગલી: લેજેન્ડ ઑફ ધ જંગલ’નું હિન્દી ટ્રેલર રવિવારનાં રોજ રીલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મને એન્ડી સર્કિસે ડાયરેક્ટ કરી છે. ફિલ્મ રૂડયાર્ડ કિપલિંગની ધ જંગલ બૂક પર આધારિત છે. આ 19મી સદીનાં એક બાળક મોગલીની વાર્તા છે, જે જંગલનાં જાનવરો વચ્ચે મોટો થાય છે. યૂકે અને યૂએસનાં થિયએટર્સમાં 29 નવેમ્બરનાં અને ભારત સહિત અન્ય દેશોમાં 7 ડિસેમ્બરનાં રોજ નેટફ્લિક્સ પર રીલીઝ કરવામાં આવશે.

ફિલ્મનાં હિન્દી વર્ઝનમાં બોલીવુડ સ્ટાર્સ કરીના કપૂર ખાને પાયથન ‘કા’ની અવાજ આપી છે. અનિલ કપૂરે ‘બલુ’ રિંછ અને માધુરી દીક્ષિતે વરૂની અવાજ આપી છે. તો અભિષેક બચ્ચને બઘીરા અને જૈકી શ્રોફે શેરખાનની અવાજ આપી છે. રવિવારે મુંબઈમાં ‘મોગલી: ધ લેજેન્ડ ઑફ જંગલ’નું વર્લ્ડ પ્રીમિયર યોજાયુ હતુ. મોગલીની કાસ્ટ સાથે જોડાયેલી હોલીવુડ અને બોલીવુડની હસ્તીઓ પ્રીમિયરમાં જોવા મળી હતી.

ડાયરેક્ટર એન્ડી સર્કિસ સાથે સાથે ‘મોગલી’ની મૂળ કાસ્ટમાંથી ‘બેટમેન’ ફેમ એક્ટર ક્રિશ્ચિયન બેલ, એક્ટ્રેસ ફ્રીડા પિંટો અને ઇન્ડિયન-અમેરિકન ચાઇલ્ડ આર્ટિસ્ટ રોહન ચંદ પ્રીમિયરમાં પહોંચ્યા હતા. આ ઉપરાંત બોલીવુડમાંથી કરીના કપૂર ખાન, અભિષેક બચ્ચન, માધુરી દીક્ષિત અને અનિલ કપૂર પણ પ્રીમિયરમાં હાજર રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન