Bollywood Actress Madhuri Dixit Unseen Wedding Picture
  • Home
  • Featured
  • Birthday Special: જુઓ ધક-ધક ગર્લ માધુરી દીક્ષિતના લગ્નની ખાસ તસવીરો

Birthday Special: જુઓ ધક-ધક ગર્લ માધુરી દીક્ષિતના લગ્નની ખાસ તસવીરો

 | 11:40 am IST

એક્ટ્રેસ માધુરી દીક્ષિતને બોલિવૂડની ધક-ધક ગર્લ અને સદાબહાર અભિનેત્રી કહેવામાં આવે છે. માધુરીની ફેન ફોલોવિંગ પહેલા પણ જબરદસ્ત હતી અને અત્યારે પણ જોરદાર છે. દેશ-દુનિયામાં માધુરીના કરોડો ફેન્સ છે. આજે આ સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રીનો જન્મદિવસ છે. માધુરી દીક્ષિતનો જન્મ 15મી મે 1967માં મુંબઈ ખાતે થયો હતો. પિતા શંકર દીક્ષિત અને માતા સ્નેહ લતા દીક્ષિતની લાડલી માધુરી બાળપણથી ડોક્ટર બનવા માંગતી હતી. પરંતુ નસીબમાં કંઇક અલગ લખ્યું હતું.

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ મેળવ્યા બાદ માધુરી દીક્ષિતે 1999માં શ્રીરામ માધવ નેને સાથે લગ્ન કર્યા હતા. ત્યારે ઘણા ફેન્સના દિલ તૂટી ગયા હતા. માધુરીના લગ્નની તસવીરો ઘણા ઓછા લોકોએ જોઈ છે. આજે માધુરીનો બર્થ ડે છે તો આવો તમને બતાવીએ માધુરીના મેરેજની તસવીરો. તેને કેલિફોર્નિયા, લોસ એંજલિસના કાર્ડિયોવેસ્કુલર સર્જન શ્રીરામ માધવ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ માધુરી કોલોરાડોના ડેનવરમાં રહેવા લાગી. ત્યાં લગભગ 10 વર્ષ રહ્યા બાદ તેઓ મુંબઈ પરત ફરી. ત્યાર બાદ માધુરીએ ફિલ્મ ‘આજા નચલે’થી બોલિવૂડમાં રિએન્ટ્રી કરી હતી. જોકે આ ફિલ્મ ઘણી ચાલી નહીં પરંતુ ફિલ્મના ગીતો ઘણા હિટ રહ્યા.

હાલ માધુરીને બે બાળક છે. જેમના નામ રિરાન અને એરિન નેને છે. માધુરી સોશિયલ મીડિયા પર પણ ઘણી સક્રિય છે અને ઘણી વખત ફેમિલી સાથેની તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન