Bollywood Actress Malaika Arora spotted in White Dress
  • Home
  • Featured
  • વ્હાઇટ ડ્રેસ પહેરી લંચ ડેટ પર પહોંચી મલાઈકા અરોરા, ગ્લેમરસ લુક જોઈ થઈ જશો ફિદા

વ્હાઇટ ડ્રેસ પહેરી લંચ ડેટ પર પહોંચી મલાઈકા અરોરા, ગ્લેમરસ લુક જોઈ થઈ જશો ફિદા

 | 11:53 pm IST

મલાઈકા અરોરા સતત કેમેરામાં કેદ થતી હોય છે. દર વખતે બોલિવૂડની આ એક્ટ્રેસ તેના ગ્લેમરસ લુક અને કૂલ સ્ટાઇલથી ફેન્સના દિલ જીતી લે છે. જ્યારે તાજેતરમાં મલાઈકા અરોરા બાંદ્રામાં વ્હાઇટ ડ્રેસમાં સ્પોટ થઈ. જેમાં તેઓ ખૂબજ સુંદર દેખાઈ રહી હતી. આ દરમિયાન મલાઈકાએ મીડિયાને કેટલાક પોઝ પણ આપ્યા.

મીડિયા રિપોર્ટ મુજબ મલાઈકા અરોરા બાંદ્રામાં એક લંચ ડેટ પર પહોંચી હતી. આ સમયે મલાઈકાએ પ્લંજિંગ નેકલાઇનવાળી સ્ફેગિટી સ્ટ્રેપ ડ્રેસ પહેરી હતી. ગરમીમાં વ્હાઇટ લોન્ગ ડ્રેસમાં મલાઇકાનો આ લુક સમર વાઇબ્સ આપી રહ્યો હતો. વ્હાઇટ ડ્રેસની સાથે મલાઈકાએ બ્લેક સનગ્લાસેઝ પહેર્યા હતા. જે તેના લુકને પરફેક્ટ બનાવી રહ્યા હતા. તેનો આ પિક્ચર પરફેક્ટ લુક સિંપલ અને ડીસેન્ટ હતું. ઉપરાંત વાળને લો બન સ્ટાઇલમાં બાંધ્યા હતા. મલાઈકા અરોરા હાલ અર્જુન કપૂર સાથે રિલેશનશિપને લઈ ચર્ચામાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન