Bollywood Actress Mouni Roy underwater swimming video and photos viral
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘Love Day’ પર મૌની રોયનો દેખાયો બોલ્ડ અંદાજ, અંડરવોટર સ્વિમિંગના હોટ Video કર્યા શેર

‘Love Day’ પર મૌની રોયનો દેખાયો બોલ્ડ અંદાજ, અંડરવોટર સ્વિમિંગના હોટ Video કર્યા શેર

 | 5:58 pm IST

બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય હાલ માલદીવમાં રજાઓનો આનંદ માણી રહી છે. મોની, માલદીવમાં દરિયામાં એન્જોય કરી રહી છે. સોશિયલ મીડિયા પર મૌની રોયે તેના વેકેશનની કેટલીક તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. જેને તેના ફેન્સ ખૂબ પસંદ અને શેર કરી રહ્યા છે.

હવે મૌની રોય અંડરવોટર સ્વિમિંગ કરતા તસવીર અને વીડિયો શેર કર્યા છે. જેમાં તમે મૌનીને દરિયાની અંદર તરતા જોઈ શકો છો. ઉપરાંત દરિયાની અંદરની દુનિયાને પણ મૌની તેના કેમેરામાં કેદ કરી છે. જે ખૂબ જ સુંદર છે. મૌનીએ આ તસવીરો અને વીડિયો શેર કરતા લખ્યું કે,‘હેપ્પી લવ ડે’. આ પહેલા મૌનીએ માલદીવ વેકેશનના બેયરબેક ફોટોઝ શેર કરી હતી. જેમાં તે બેડ પર બેસીને આકાશ તરફ જોઈ રહી છે.

View this post on Instagram

HAPPY LOVE DAY !

A post shared by mon (@imouniroy) on

વર્કફ્રંટની વાત કરીએ તો મૌની જલ્દી રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં નજરે આવશે. એવું માનવામાં આવી રહ્યું છે કે તે નેગેટિવ પાત્રમાં જોવા મળશે. મૌની રોય સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર મૌની રોયના 1 કરોડથી વધુ ફોલોવર્સ છે.

આ વીડિયો પણ જુઓ: સુરતમાં મહિલાના આપઘાતનો પ્રયાસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન