bollywood actress rachel white tests corona report positive
  • Home
  • Featured
  • PHOTOS: બોલિવૂડ પર કોરોનાનો ખતરો મંડરાયો, હવે રૂપ રૂપનાં અંબાર આ અભિનેત્રીને પોઝિટીવ

PHOTOS: બોલિવૂડ પર કોરોનાનો ખતરો મંડરાયો, હવે રૂપ રૂપનાં અંબાર આ અભિનેત્રીને પોઝિટીવ

 | 6:20 pm IST

કોરોના વાયરસ હવે ઝડપથી વિશ્વમાં ફેલાઈ રહ્યો છે. ભારતમાં હસ્તીઓ પણ કોરોનાના ઝપટમાં આવી રહી છે. હાલમાં જ અમિતાભ બચ્ચન, અભિષેક, એશ્વર્યા અને તેમની પુત્રી આરાધ્યા પછી હવે એક્ટ્રેસ રચેલ વાઈટે કહ્યું કે તે પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. રચેલને હાલમાં ઘરે અલગ રાખવામાં આવી છે. રચેલ હાલમાં કોલકાતામાં છે અને તેણે શનિવારે જ ટ્વિટર પર આ માહિતી આપી છે.

રચેલે ટ્વિટ કરીને તેના ચાહકોને કહ્યું છે કે તે તેના માટે પ્રાર્થના કરે જેથી તે જલ્દીથી સ્વસ્થ થઈ શકે. રચેલે તેના ટ્વિટમાં લખ્યું કે, ‘મને ટેસ્ટ કરતાં જાણવા મળ્યું કે કોરોના પોઝિટીવ છે. હું ઘરે ક્વોરેન્ટાઇન છું. કૃપા કરી જલ્દીથી મારી સ્વસ્થતા માટે પ્રાર્થના કરો. રચેલે ધર્મા પ્રોડક્શનની ફિલ્મ ઉંગલીમાં કામ કર્યું છે. આ સિવાય રચેલે બંગાળી ફિલ્મ હર હર વ્યોમકેશમાં પણ કામ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન