Bollywood Actress Radika Apte react on Film Awards
  • Home
  • Featured
  • બેબાક નિવેદનો માટે જાણીતી અભિનેત્રી રાધિકા આપ્ટે કહ્યું- હું એવોર્ડ માટે…

બેબાક નિવેદનો માટે જાણીતી અભિનેત્રી રાધિકા આપ્ટે કહ્યું- હું એવોર્ડ માટે…

 | 10:00 pm IST

બોલિવૂડ એક્ટ્રેસ રાધિકા આપ્ટે તેની સુંદરતા અને જબરદસ્ત અભિનયના કારણે જાણીતી છે. ‘બદલાપુર’, ‘અંધાધુન’, ‘પેડમેન’, ‘કાબિલ’, ‘માઝી’ અને ‘ફોબિયા’ જેવી અન્ય શાનદાર ફિલ્મોમાં પોતાની અલગ છાપ છોડનાર આ અભિનેત્રી બેબાક નિવેદનોના કારણે પણ ઘણી વખત ચર્ચામાં રહે છે.

રાધિકા આપ્ટે સોશિયલ મીડિયા પર સૌથી વધુ એક્ટિવ રહેનાર સેલિબ્રિટીઝમાંથી એક છે. તે સતત તેની તસવીરો અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર શેર કરે છે. જે ફેન્સ ખૂબ પસંદ કરે છે. પરંતુ ક્યારેક એવું પણ બને છે કે રાધિકા તેની કોઈ પોસ્ટના કારણે જબરદસ્ત ટ્રોલ પણ થાય છે. આપને જણાવી દઈએ કે રાધિકાએ બોલિવૂડ ઉપરાંત તમિલ, તેલૂગું, મલયાલમ, બંગાળી, મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું છે. ઉપરાંત તેને હોલિવૂડની ફિલ્મ અને વેબ સિરીઝમાં પણ અભિનય કર્યુ છું.

મીડિયા રિપોર્ટ મુજબ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં અભિનેત્રીએ કહ્યું કે,‘હું એવોર્ડ પાછળ પાગલ નથી. હું કોઈ ફિલ્મ એ વિચારી નથી કરતી કે ફિલ્મને નેશનલ એવોર્ડ મળશે. હું બસ મારું કામ કરું છું અને માત્ર આટલું વિચારું છું કે લોકો ફિલ્મ જુએ અને તેને પસંદ કરે. મારી ફિલ્મોને નેશનલ એવોર્ડ મળ્યો તેની મને ખુશી છે.’ આપને જણાવી દઈએ કે રાધિકાની ફિલ્મ ‘અંધાધુન’ અને ‘પેડમેન’ ને નેશનલ એવોર્ડ મળ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન