Bollywood actress reveals I faced a stalker when I was younger
  • Home
  • Entertainment
  • Bollywood
  • બોલિવૂડ અભિનેત્રીએ કર્યો પોતાની સાથે છેડછાડનો ખુલાસો, કહ્યું-હું નાની હતી ત્યારે…

બોલિવૂડ અભિનેત્રીએ કર્યો પોતાની સાથે છેડછાડનો ખુલાસો, કહ્યું-હું નાની હતી ત્યારે…

 | 9:42 am IST

બોલિવૂડ અભિનેત્રી દિયા મિર્ઝાએ તેની લાઇફના તે સમયને યાદ કર્યો છે જ્યારે તેને કોઇ સ્ટૉકરનો સામનો કર્યો હતો. દિયાએ કહ્યું કે જ્યારે હું નાની હતી અને હૈદરાબાદમાં મારા ઘરમાં રહેતી હતી ત્યારે મેં પણ એક સ્ટોકરનો (પીછો કરનાર કે હંમેશા ધ્યાન રાખનાર) સામનો કર્યો હતો. મેં તેનો સામનો કરતા પૂછ્યું કે તારું નામ શુ છે. તે સમયે તે છોકરા પાસે કોઇ જવાબ ન હતો. કોઇએ પણ આવા લોકોથી ડરવું ન જોઇએ અને કોઇને આ અંગે જણાવતા ડરવું ન જોઇએ. આ કોઇ શરમની વાત નથી.

દિયા મિર્ઝાએ આગળ કહ્યું કે આ તે સમસ્યાને ખતમ કરવાની ક્ષમતાની સાથે આપણાને સશક્ત બનાવે છે અને તેનાથી એક મોટો બદલાવ પણ આવે છે. આ પ્રકારની વસ્તુઓ બંધ થવી જોઇએ. દિયાનું માનવું છે કે સુરક્ષા માત્ર કાયદાકીય મુદ્દો નથી, તેણે કહ્યું કે પિતૃસત્તાત્મકતા અને મગજમાં રહેલા રૂઢિગત વિચારની સાથે તે ઘણું છે. હિંસાની અભિવ્યક્તિ શારીરિક દુષ્કર્મનો એક ભયાનક વળાંક લઇ શકે છે. કિશોરોએ પણ આ પ્રકારની હિંસા અને ધૃણિત ગુનાઓને કરતા જોવું મને સ્તબ્ધ કરી દે છે.

View this post on Instagram

Trust the power of truth and love.

A post shared by Dia Mirza (@diamirzaofficial) on

દિયા મિર્ઝાઓ બિન સરકારી સંગઠન સેવ ધ ચિલ્ડ્રન દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં તેની આ વાત જણાવી હતી, જેની દિયા એમ્બેસેડર છે.

આ પણ જુઓ : પિઝા ડિલીવરી બોય ગ્રાહકના પિઝામાં થૂંક્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન