bollywood actress riya sen hot photos viral on social meida
  • Home
  • Featured
  • ‘સ્કીન પર જોઈને મને ખબર પડી કે હું તો ખૂબ બોલ્ડ છું’ કહેનારી રિયાની ખલબલી મચાવનારી તસવીરો વાયરલ

‘સ્કીન પર જોઈને મને ખબર પડી કે હું તો ખૂબ બોલ્ડ છું’ કહેનારી રિયાની ખલબલી મચાવનારી તસવીરો વાયરલ

 | 9:45 pm IST

રિયા સેને એક વખત ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મને કોઇ આવીને બોલ્ડ કે સેક્સી કહેતું તો મને ખરાબ લાગતું હતું. મને તે પસંદ ન હતું. તે સમય ખરેખરમાં ઘણો જ ભયાવહ હતો. પરંતુ હાલમાં એક ઇન્ટરવ્યૂમાં રિયાએ એક પોતાની બોલ્ડ ઇમેજ અંગે ખુલીને વાત કરી હતી. રિયા માત્ર 16 વર્ષની હતી. અને તેને ફિલ્મોમાં બ્રેક મળી ગયો હતો.

રિયાએ કહ્યું કે, સેક્સી અને બોલ્ડ જેવાં ટેગ મળવા પર મને ખરાબ લાગતુ હતું. જ્યારે હું સ્કૂલમાં હતી ત્યારથી જ મને આ ટેગ મળવાનાં શરૂ થઇ ગયા હતાં. હું ઘરની બહાર નીકળું અને લોકો બોલતા હતાં કે, ઓહ રિયા સેન! કદાચ તેમને એવું જ લાગતું હશે હું જેવી ફિલ્મોમાં જોવા મળું છુ, રિયલ લાઇફમાં પણ તેવી જ છું.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની બોલ્ડ ઇમેજ માટે જાણીતી એક્ટ્રેસ રિયા સેને તેનાં ફિલ્મી કરિયરમાં ઘણી ફિલ્મો કરી છે. પરંતુ બોલિવૂડમાં ઓળખ મળી નહીં. તેણે ખુલાસો કર્યો હતો કે, જ્યારે તે પોતાને સ્ક્રીન પર બોલ્ડ અંદાજમાં જોતી હતી ત્યારે તેને પોતાને વિશ્વાસ નહોતો થતો કે તે આટલી બોલ્ડ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન