Bollywood Actress Riya Sen On Her Bold Image In Bollywood
  • Home
  • Entertainment
  • Bollywood
  • 16 વર્ષની ઉંમરમાં જ આ અભિનેત્રી સાથે થયું હતું કંઇક આવું, સંભળાવી આપવીતી

16 વર્ષની ઉંમરમાં જ આ અભિનેત્રી સાથે થયું હતું કંઇક આવું, સંભળાવી આપવીતી

 | 4:19 pm IST

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની બોલ્ડ ઇમેજ માટે જાણીતી અભિનેત્રી રિયા સેને તેની કારકિર્દીમાં ઘણી ફિલ્મો કરી છે, પરંતુ તેને બોલિવૂડમાં કોઈ ખાસ ઓળખ મળી નથી. તાજેતરમાં આ અભિનેત્રીએ કંઇક એવું કહ્યું છે, જે જાણી તમે ચોંકી પડી જશો. અભિનેત્રી રિયા સેને ઇન્ડસ્ટ્રીમાં બનેલી પોતાની બોલ્ડ ઇમેજ સામે જ વાંધા ઉઠાવ્યા છે. તેણે કહ્યું કે, જ્યારે તે સ્ક્રીન પર ખુદને બોલ્ડ અંદાજમાં જોતી હતી ત્યારે તે વિશ્વાસ નહોતી કરી શકતી. તેને ખુદને બોલ્ડ, સેક્સી કહેવા પર ખૂબ ખરાબ લાગતું હતું.

તે સમય ભયાનક હતો

રિયાએ કહ્યું કે તેના માટેનો તે સમય કેટલો ભયાનક હતો. તાજેતરમાં રિયાએ એક ઇન્ટરવ્યુમાં પોતાની બોલ્ડ ઇમેજ વિશે ખુલીને વાત કરતાં જણાવ્યું કે, તેને 16 વર્ષની ઉંમરમાં જ બ્રેક મળી ગયો હતો. તે ફાલ્ગુની પાઠકના એક વીડિયોમાં જોવા મળી હતી. ત્યારબાદ ઘણી ફિલ્મોમાં ઓફર પણ મળી. રિયાએ ઘણી હિટ ફિલ્મો આપી છે, પરંતું તે સાથે તેની બોલ્ડ અને સેક્સી ઇમેજ પણ બનતી ગઇ.

સેક્સી અને બોલ્ડ જેવા ટેગ મળવા પર ખરાબ ફિલ થતું હતું

એક મીડિયા રિપોર્ટસ પ્રમાણે રિયાએ કહ્યું કે, થોડી ફિલ્મો કર્યા બાદ મને સમજાયું કે તે થોડી હિટ ફિલ્મો પછી આ કામ નથી આવી રહ્યું. હું આવી ભૂમિકા કરવામાંસ્વયંભૂ નહોતી. કદાચ તેથી જ લોકો મને ખરાબ અભિનેત્રી માનતા હતા, હું તેમને દોષી ના માની શકું. રિયાએ કહ્યું કે, સેક્સી અને બોલ્ડ જેવા ટેગ મળવા પર મને બહું ખરાબ ફિલ થતું હતું. જ્યારે હું સ્કૂલમાં હતી, ત્યારથી જ મને આવા ટેગ મળવાનું શરૂ થઇ ગયું હતું. જ્યારે હું બહાર નીકળતી ત્યારે લોકો કહેતા ઓહ રિયા સેન! કદાચ તેમને લાગતું હતું કે જે રીતે હું ફિલ્મોમાં દેખાવું છુ, વાસ્તવિક જીવનમાં પણ હું તે જ છું. હિંદી ફિલ્મ હિરોઇનની ઇમેજમાં ફીટ થવું મને ખૂબ ખરાબ લાગતું હતું.

ખરાબ લાગતુ હતુ, કામ કરવાનું બંધ કર્યું

અભિનેત્રીએ વધુમાં જણાવ્યું કે, દરેક વ્યક્તિ ગ્લેમરસ બનવા માંગે, છે પરંતુ હું જ્યારે અહીંયાં આવી ત્યારે ખૂબ નાની હતી, હું તે ભૂમિકાઓ કરતી હતી જેમાં હું મીની સ્કર્ટ, બિકિની પહેરીને ક્યૂટ બની આમ તેમ ફરતી હોવું. હું ખુદને જોતી તો વિશ્વાસ નહોતી કરી શકતી કે હું છું. રિયાએ કહ્યું કે, મને ખૂબ જ ખરાબ અનુભવ થતો હતો અને ત્યારબાદ મેં બોલિવૂડમાં કામ કરવાનું બંધ કરી દીધું. તે બોલીવુડનું નુકસાન હતું.

આ વિડીયો પણ જુઓ: અમેરિકામાં કામરેજના પરિવાર સાથે કરૂણાંતિકા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન