આ ક્રિકેટરની પત્ની સાડી પહેરી ફૂટબોલ રમવાં પહોંચી, જુઓ વિડીયો - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • આ ક્રિકેટરની પત્ની સાડી પહેરી ફૂટબોલ રમવાં પહોંચી, જુઓ વિડીયો

આ ક્રિકેટરની પત્ની સાડી પહેરી ફૂટબોલ રમવાં પહોંચી, જુઓ વિડીયો

 | 5:14 pm IST

હાલમાં IPLનો ફિવર ચાલી રહ્યો છે ત્યારે ટીમ ઈન્ડિયાના પૂર્વ બોલર ઝહીર ખાનની પત્ની અને અભિનેત્રી સાગરિકા ઘાટગેનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. બંને સ્ટારના લગ્ન ગત્ત વર્ષે જ થયા હતા. લગ્ન બાદ હવે સાગરિકા ફરીથી પોતાની ફિલ્મી ઈનિંગ શરૂ કરી રહી છે. 2007માં આવેલી શાહરૂખ ખાનની ફિલ્મ ‘ચક દે! ઈન્ડિયા’માં એક હોકી ખેલાડીની ભૂમિકા ભજવી ચૂકેલી સાગરિકા હવે ફૂટબોલ રમતી જોવા મળી શકે છે.

લગ્ન બાદ સિલ્વર સ્ક્રીન પર વાપસી કરી રહેલી સાગરિકા મોનસૂન ફૂટબોલ નામની ફિલ્મમાં જોવા મળશે. મોનસૂન ફૂટબોલ એક મરાઠી ફિલ્મ છે. આ ફિલ્મમાં સાગરિકા ઘાટગે એક મધ્યમવર્ગની ગૃહિણીની ભૂમિકામાં જોવા મળશે. મોનસૂન ફૂટબોલને મિલિન્દ કે.ઉકે ડાયરેક્ટર કરી રહ્યાં છે. આ ફિલ્મની વાર્તા એક એવી ગૃહિણીની આસપાસ ઘૂમે છે જે પોતાનું જીવન ખુલીને પોતાની રીતે અને પોતાની શરતો પર જીવવા માંગે છે. જેમાં તે મુખ્યભૂમિકામાં જોવા મળશે.

આ ફિલ્મમાં આપણે સાગરિકા ઘાટગેને સાડી પહેરીને ફૂટબોલ રમતા જોઈ શકીશું. ફિલ્મની વાર્તા મધ્મવર્ગની ગૃહિણીઓ અને તેમના જીવનમાં આવનારી પરેશાનીઓ પર આધારિત છે. ફિલ્મમાં એ પણ દર્શાવવામાં આવશે કે મધ્યમવર્ગીય ગૃહિણીઓ કઈ રીતે આ પડકારો સામે મજબુતાઈથી લડતી હોય છે.