Bollywood Actress Shilpa, Raveena, Mira Rajput Celebrate Karwa Chauth
  • Home
  • Photo Gallery
  • માથામાં સિંદૂર, હાથમાં પૂજાની થાળી સાથે સજીધજીને અભિનેત્રીઓએ આ રીતે ઉજવી કરવાચૌથ

માથામાં સિંદૂર, હાથમાં પૂજાની થાળી સાથે સજીધજીને અભિનેત્રીઓએ આ રીતે ઉજવી કરવાચૌથ

 | 8:34 pm IST

મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કરવા ચોથનું વ્રત કરે છે. કરવાચૌથ પર બોલિવૂડ  અભિનેત્રીઓ પણ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે. આ દિવસે આ સ્ટાર્સ પણ ભારતીય વસ્ત્રોમાં સજીધજીને પૂજા કરે છે.

આ અભિનેત્રીઓમાં શાહિદ કપૂરની પત્ની મીરા રાજપુતે વ્રત રાખ્યું હતું. તે ગુલાબી રંગની સાડીમાં અદભુત લાગતી હતી. તો રવિના ટંડન પૂજા માટે અનિલ કપૂરના ઘરે પહોંચી હતી. રવિના રેડ આઉટફિટમાં નજરે પડી હતી. તો શિલ્પા શેટ્ટી પણ માથામાં સિંદૂર, હાથમાં પૂજાની થાળી સાથે સોળે સણગાર સજીને પૂજા કરવા નિકળી હતી.

અભિનેતા સંજય કપૂરની પત્ની મહીપ કપૂર ગોલ્ડન અને બ્લ્યૂ કલરના શૂટમાં અનિલ કપૂરના ઘરે પહોંચી હતી. તો ચંકી પાંડેની પત્ની ભાવના પણ ગુલાબી રંગના શૂટમાં સોહામણી લાગતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન