શિલ્પાએ 'બાહુબલી'ની કરી કોપી, પુરાવા તરીકે જોઇ લો Video - Sandesh
NIFTY 10,808.05 -48.65  |  SENSEX 35,599.82 +-139.34  |  USD 67.6200 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • શિલ્પાએ ‘બાહુબલી’ની કરી કોપી, પુરાવા તરીકે જોઇ લો Video

શિલ્પાએ ‘બાહુબલી’ની કરી કોપી, પુરાવા તરીકે જોઇ લો Video

 | 7:10 pm IST

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી હાલ લંડનમાં રજાઓ માણી રહી છે, દરમિયાન તે પોતાની કેટલીક ખાસ ક્ષણોને ફેન્સ સાથે શેર પણ કરી રહી છે. હાલમા શિલ્પાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમા તે તીરંદાજી કરતી નજર આવી રહી છે. વીડિયોના કેપ્શનમાં શિલ્પાએ ખુબ જ સુંદર લાઇન લખી છે.

શિલ્પાએ વીડિયોનાં કેપ્શનમાં લખ્યુ-“તીરંદાજી સીખતા સમયે મેં અનુભવ કર્યો કે, તીરને ત્યારે જ મારી શકાય જ્યારે તેને પાછળની તરફથી ખેંચવામાં આવે. જ્યારે તમને લાગે કે, જિંદગીમાં મુશ્કેલીઓ વધી રહી છે તો યાદ રાખવુ કે, જિંદગી તમારા માટે આગળ ઘણુ બધું સારૂ લઇને આવી રહી છે. માત્ર લક્ષ્ય પર ધ્યાન આપો અને મજા કરો. તો શું તમે ઇચ્છો છો કે હુ આ કરૂ… ગલત સમયે જન્મ લઇ લીધો. હું એક સારી યોદ્ધા બની શક્તી હતી.”

આ સિવાય શિલ્પાએ એક સાઇકલ ચલાવતો વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોનાં કેપ્શનમાં તેને લખ્યુ છે કે,”હું આ 24 વર્ષ બાદ કરી રહી છું. પરંતુ પેલુ કહેવાય છે ને કે, જો તમે સાઇકલ ચલાવવાનું અને તરવાનું એક વાર શીખી લીધુ તો ભુલતા નથી, હવે મને આ વાત સમજમાં આવી ગઇ છે.”