smita patil raj babbar love story Bollywood actress death anniversary
  • Home
  • Featured
  • Photos: પરિણીત પુરૂષ અને બે બાળકોના પિતા સાથે સ્મિતા પાટીલે કર્યો હતો પ્રેમ, આવી હતી તેમની લવસ્ટોરી

Photos: પરિણીત પુરૂષ અને બે બાળકોના પિતા સાથે સ્મિતા પાટીલે કર્યો હતો પ્રેમ, આવી હતી તેમની લવસ્ટોરી

 | 9:49 am IST

ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની એક અલગ જ ચકાચૌંધ દુનિયા છે. કેટલાક સિતારાઓ રાતોરાત ચમકી જાય છે તો કેટલાક ક્યાં ગાયબ થઈ જાય છે તે કહેવાતું નથી. આજે આપણે એવી એકટ્રેસની વાત કરીએ છીએ જેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ખુબજ નામના મેળવી અને દુનિયાને અલવિદા કહી ત્યારે પ્રશંસકો રડી પડ્યા. આજે આપણે વાત કરી રહ્યા છીએ સ્મિતા પાટીલની.

સ્મિતા પાટીલે 13 ડિસેમ્બર 1986માં દુનિયાને અલવિદા કહી દીધી એ સમયે સ્મિતાના સિતારાઓ બુલંદી પર હતા. સ્મિતા તેની એક્ટીંગની સાથે તેના પ્રેમ સંબંધને કારણે પણ ચર્ચામાં છવાયેલી રહે છે. સ્મિતા પાટિલ સાથે લગ્ન કરવા રાજ બબ્બરે તેની પત્ની અને બે બાળકોને છોડી દીધા.

રાજ બબ્બરે તેની એનએસડીની દોસ્ત અને થિયેટર આર્ટિસ્ટ નાદિરા સાથે લગ્ન કર્યા હતા. નાદિરા અને રાજના લવ મેરેજ હતા. બંને એક બીજાને ખુબજ પ્રેમ કરતા હતા, સ્મિતાના આવવાથી રાજે નાદિરાને છોડી દીધી.

કહેવાય છે કે ફિલ્મ ભીગી પલકે દરમિયાન રાજ બબ્બર અને સ્મિતા પાટિલ વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. રાજ બબ્બર પહેલેથી જ પરિણીત હોવા છતાં સ્મિતાના ગળાડૂબ પ્રેમમાં પડ્યા. સ્મિતા સાથે લિવ ઇનમાં રહેવા લાગ્યા. પાછળથી સ્મિતા સાથે રાજે લગ્ન કરી લીધા. સ્મિતાએ એક પુત્રને જન્મ આપ્યો જેનું નામ છે પ્રતિક બબ્બર. પ્રતિકના જન્મની સાથે જ તબિયત લથડી.

સ્મિતા માત્ર 31 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધી. સ્મિતાના મૃત્યુ પછી રાજ બબ્બર નાદિરા પાસે પરત ફર્યો. સ્મિતાએ પોતાની ફિલ્મમાં શાનદાર ભૂમિકા નિભાવી નેશનલ ફિલ્મ એવોર્ડ ફોર બેસ્ટ એકટ્રેસનો એવોર્ડ જીત્યો. સ્મિતાએ પોતાની કરિયરની શરૂઆત ન્યુઝ એન્કર તરીકે કરી હતી. ત્યારબાદ તેણે એક્ટિંગ ક્ષેત્રે નામ કર્યુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન