Bollywood actress these photos of mouni roy will make your day
  • Home
  • Featured
  • Photos: બંગાળની આ ખુબસુરત અભિનેત્રીની આકર્ષક અદાઓ જે પણ જૂએ થાય દિવાના

Photos: બંગાળની આ ખુબસુરત અભિનેત્રીની આકર્ષક અદાઓ જે પણ જૂએ થાય દિવાના

 | 7:55 am IST

એકટ્રેસ મૌની રોય સોશિયલ મીડિયા પર સારી ફેન ફોલોઇંગ ધરાવે છે. એકટ્રેસ સોશિયલ મીડિયા પર ખુબજ એકટ્વિ રહે છે. આવનારા દિવસોમાં વીડિયો અને ફોટાઓ શેર કરતી રહે છે. મૌની રોયે હાલ જે તસવીરો શેર કરી છે તેનાથી સોશિયલ મીડિયા ગુંજી ઉઠ્યું છે. 10 વર્ષથી ટીવી શ્રેત્રે ધુમ મચાવનાર આ અભિનેત્રી અલગ અલગ પાત્રો નિભાવી દર્શકોના દિલ પર રાજ કરે છે. 2018માં મૌનીએ ગોલ્ડ ફિલ્મથી બોલિવૂડ ડેબ્યુ કર્યું છે. ફિલ્મમાં તેની સાથે અક્ષય કુમારે મુખ્ય રોલ નિભાવ્યો હતો.

મૌની રોયને દેવોના દેવ મહાદેવ અને નાગિન ટીવી શોથી ખુબજ પ્રસિદ્ધિ મળી હતી. મૌની રોયે ફિલ્મ ગોલ્ડથી બોલિવૂડ ડેબ્યુ કર્યા પછી રોમિયો અકબર વોલ્ટર અને ફિલ્મ મેડ ઇન ચાઇનામાં યાદગાર રોલ કર્યા છે.

મૌની રોય તેના ડ્રેસને લઈને સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ ચુકી છે. એકટ્રેસ મૌની રોય હંમેશા ચર્ચામાં રહે છે. મૌની રોયની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્ર છે જેમાં તે રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ કલાકારો સાથે કામ કરી રહી છે. બ્રહ્માસ્ત્રમાં મૌની રોય નેગેટિવ રોલ નિભાવી રહી છે. નેગેટિવ રોલમાં મૌની કેવી જામશે તે તો આવનારો સમય જ નક્કી કરશે.

સખત મહેનત કરો અને સફળ બનો આ મંત્રને અનુસરનારી મૌની સખત મહેનત કરી ભવિષ્યના હાથમાં હાથ મિલાવી ચાલવામાં માને છે. અક્ષયકુમાર , જ્હોન અબ્રાહમ અને રાજકુમાર રાવ જેવા કલાકારો સાથે કામ કરવાની તક મળી તેથી મૌની રોય અત્યંત ખુશ છે.

‘મને કોણે ટ્રોલ કરી, શા માટે કરી એ અંગે વિચારવામાં હું સમય નથી બગાડતી’ એવું કહેતી મૌની રોય વિશ્વાસપૂર્વક એમ પણ ઉમેરે છે કે ‘રાજકુમાર રાવ સાથેના દરેક સીન મારા માટે એક લર્નિંગ પ્રોસેસ બની રહે છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન