Bollywood Actress Urvashi Rautela love to play Cricket
  • Home
  • Videos
  • Featured Videos
  • અભિનેત્રી ઉર્વશી રાઉતેલાને આ અવતારમાં ક્યારેય નહીં જોઈ હોય, જુઓ Video

અભિનેત્રી ઉર્વશી રાઉતેલાને આ અવતારમાં ક્યારેય નહીં જોઈ હોય, જુઓ Video

 | 12:41 pm IST

બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રાઉતેલા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તે અવાર-નવાર ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. તેના લગભગ મોટાભાગના ફોટો અને વીડિયો લોકોને ખુબ પસંદ પણ પડે છે. ઉર્વશી ઈન્ટાગ્રામ પર 16.33 મિલિયન ફોલોવર્સ પણ ધરાવે છે. ઉર્વશીએ ફિલ્મ ‘ધ સિંગ સાહબ ધ ગ્રેટ’થી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી.

તાજેતરમાં જ અભિનેત્રી ઉર્વશી રાઉતેલાનો સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે ક્રિકેટ રમતી નજરે પડે છે. ક્રિકેટ એ ઉર્વશીની ખુબ જ પ્રિય રમત છે. હાલ તે અબુધાબીમાં છે. ત્યાં તે ક્રિકેટ પર હાથ અજમાવી રહી છે. ઉર્વશી બેટિંગ કરી રહી છે. તે લેફ્ટ અને રાઈટ એમ બંને હાથે બેટિંગ કરે છે. ઉર્વશી ફેશનેબલ ડ્રેસમાં જ ક્રિકેટ રમતી જોવા મળી રહી છે. અભિનેત્રીનો આ ફિલ્મોથી અલગ ક્રિકેટ અવતાર તેના ચાહકોને ભારે પસંદ પડી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન