bollywood actress zareen khan viral video of bullet ride
  • Home
  • Featured
  • ઝરીન ખાને એક એવો VIDEO અપલોડ કર્યો કે જોઈને ફેન્સ બોલ્યા- ઓય હોય બુલેટ રાની…

ઝરીન ખાને એક એવો VIDEO અપલોડ કર્યો કે જોઈને ફેન્સ બોલ્યા- ઓય હોય બુલેટ રાની…

 | 5:58 pm IST

બોલિવૂડ એક્ટ્રેસ ઝરીન ખાન આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે, તે સમય સમય પર પોતાના ફેન્સ સાથે તેની પર્સનલ લાઈફના વીડિયો શેર કરતી રહે છે. હવે તેણે એક વીડિયો શેર કર્યો છે કે જે જોઈને તેના ફેન્સને આશ્ચર્ય થાય છે. આ વીડિયોમાં ઝરીન બુલેટ સવાર જોવા મળી રહી છે. અને બુટેલ દોડાવતી જોવા મળી રહી છે.

આ વીડિયોમાં ઝરીન મેદાવ પર બુલેટ ચલાવતી જોવા મળી રહી છે. આ વીડિયોને શેર કરતાં ઝરીને કેપ્શનમાં લખ્યું છે – ‘લાલી તો ચલી’. વળી, તેણે અહીં એમ પણ કહ્યું છે કે આ એક જુનો વીડિયો છે. કારણ કે આમાં તેણે #થ્રોબેક પણ લખ્યું છે.

ઝરીન ખાને આ વીડિયોને થોડા કલાકોમાં પહેલા જ પોસ્ટ કર્યો છે અને તેને એક લાખથી વધુ વ્યૂઝ મળી ગયા છે. તેના ફેન્સ હવે આ વીડિયો પર અવનવી પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. લોકેશન જોતા લાગે છે કે આ વીડિયો ઝરીનની પંજાબી ફિલ્મ ‘ડાકા’ ના શૂટિંગ દરમિયાનનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન