Bollywood actresses their old modelling days then and now picture
  • Home
  • Featured
  • Photos: અભિનેત્રીઓની દુર્લભ તસવીરો પર નહી પડી હોય તમારી નજર, પહેલા હતો આવો લુક

Photos: અભિનેત્રીઓની દુર્લભ તસવીરો પર નહી પડી હોય તમારી નજર, પહેલા હતો આવો લુક

 | 12:34 pm IST

ફિલ્મ જગતમાં એન્ટ્રી કરતા પહેલા ઘણા એવા સ્ટાર્સ હતા જેમણે મોડલિંગમાં પોતાનું નસીબ અજમાવ્યું હતું. આમાં સલમાન ખાન, ઐશ્વર્યાથી બિપાશા બાસુ અને પ્રિયંકા ચોપડાના નામનો સમાવેશ છે. મોડેલિંગ દ્વારા તેમણે ફિલ્મ જગતમાં આવી મોટું નામ કમાવ્યું. આમાંના ઘણા સ્ટાર્સ આંતરરાષ્ટ્રીય સ્તરે તેમના કામ માટે જાણીતા છે. આજે આપણે અભિનેત્રીઓના મોડેલિંગ દિવસોની તસવીરો જોઈશુ જે તમે પહેલાં ક્યારેય નહીં જોઈ હોય …

અનુષ્કાએ 2008માં શાહરૂખ ખાનની સાથે ફિલ્મ ‘રબ ને બના દી જોડી’થી કારકિર્દીની શરૂઆત કરી હતી. પહેલી ફિલ્મ હિટ હતી અને અનુષ્કાની કારકિર્દી આગળ વધી. બહુ ઓછા લોકોને ખબર હશે કે અનુષ્કાએ પણ બોલિવૂડમાં આવતા પહેલા મોડેલિંગમાં પોતાનો હાથ અજમાવ્યો હતો.

બોલિવૂડથી હોલીવુડ સુધી પોતાની એક ખાસ ઓળખ બનાવનારી પ્રિયંકા ચોપડાએ પોતાની કારકિર્દીની શરૂઆત મોડેલિંગથી કરી હતી. 2000માં, તેણીએ મિસ વર્લ્ડ હરીફાઈ જીતી. મિસ ઈન્ડિયા વર્લ્ડનો ખિતાબ જીત્યા પછી પ્રિયંકા સિનેમા તરફ વળી.

પૂજા ભટ્ટની ફિલ્મ ‘દિલ હૈ કી માનતા નહીં’, જે તેની કારકિર્દીની સૌથી મોટી હિટ ફિલ્મ હતી. પહેલા પૂજા મોડેલિંગ કરતી હતી. પૂજા ભટ્ટનો આખો પરિવાર ફિલ્મોમાં છે. પૂજાએ ‘ડેડી’, ‘તમન્ના’, ‘ચાહત’, ‘બોડીગાર્ડ’, ‘પ્રેમ દીવાના’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન