Bollywood And TV Actress Benaf Dadachanji Married To Chinese BF
  • Home
  • Photo Gallery
  • Photos: ‘બા, બહૂ ઔર બેબી’ની આ જાણીતી એક્ટ્રેસે ચાઇનીઝ બૉયફ્રેન્ડ જોડે કરી લીધા લગ્ન

Photos: ‘બા, બહૂ ઔર બેબી’ની આ જાણીતી એક્ટ્રેસે ચાઇનીઝ બૉયફ્રેન્ડ જોડે કરી લીધા લગ્ન

 | 12:53 pm IST

ટીવી સીરિયલ ‘બા, બહૂ ઔર બેબી’ની જાણીતી એક્ટ્રેસ બેનાફ દાદાચંદજીએ પોતાના ચાઇનીઝ બૉયફ્રેન્ડ નૉર્મન હાઉ સાથે લગ્ન કરી લીધા છે. બંને લગભગ 9 વર્ષથી એકબીજા સાથે ડેટ કરતા હતા. બેનાફનો પતિ નૉર્મન હાઉ એક જાણીતો શેફ છે. તેની ખુદની રેસ્ટોરેન્ટ છે. ગયા શુક્રવારની રાત્રે બેનાફ અને નૉર્મને એક રીસેપ્શન હૉસ્ટ કર્યું હતુ, જેમાં રાકેશ બાપટ, રિદ્ધિ ડોગરા, શરદ કેલકર અને કીર્તિ કેલકર સહિતનાં ટીવી સેલિબ્રિટી સામેલ થયા હતા.

વેડિંગ સેરેમની દરમિયાન બેનાફે વ્હાઇટ ઑફશૉલ્ડર ગાઉન પહેર્યું હતુ તો તેના પતિએ બ્લેક સૂટ પહેર્યો હતો. પોતાના વિદેશી પતિ સાથે બેનાફ સુંદર દેખાઇ રહી હતી. નૉર્મન ચીનનો છે. લગ્ન વિશે વાત કરતા બેનાફે કહ્યું હતુ કે, “9 વર્ષની કૉર્ટિશિપ પછી આખરે અમે લગ્ન કરી લીધા છે અને હવે ઘણું સારું અનુભવી રહ્યા છે. 9 વર્ષ ક્યારે પસાર થઇ ગયા ખબર જ ના પડી.” લગ્ન બાદ ચીન શિપટ થવાનાં પ્રશ્નનો જવાબ આપતા બેનાફે કહ્યું કે, “ક્યારેય નહીં, હું અહીં જ રહીશ અને ટીવી ઇન્ડસ્ટ્રીથી જોડાયેલી રહીશ.”

બેનાફ ફિલ્મ ‘હેલ્લો’, ‘ચાઇના ગેટ’ અને ‘બૉબી જાસૂસ’ જેવી ફિલ્મોમાં જોવા મળી ચુકી છે.