Bollywood Celebrating the Judgement of Supreme Court
  • Home
  • Entertainment
  • Bollywood
  • સમલૈંગિકતા પર ચુકાદો આવતા જ કરણ જોહરે કહ્યુ, ‘ઑક્સિજન પરત મળી ગયું છે….’

સમલૈંગિકતા પર ચુકાદો આવતા જ કરણ જોહરે કહ્યુ, ‘ઑક્સિજન પરત મળી ગયું છે….’

 | 4:20 pm IST

સુપ્રીમ કૉર્ટે કલમ 377માં સુધારો કર્યો છે અને વ્યક્તિગત પસંદગીને સમ્માન આપવાનું કહ્યું છે. કૉર્ટે કહ્યું કે બે પુખ્ત ઉંમરની વ્યક્તિઓ વચ્ચે સમલૈંગિક સંબંધ હોવો ગુનો નથી. સુપ્રીમ કૉર્ટનો આ ચુકાદો આવતા જ કરણ જોહર સહિત બોલીવુડનાં દિગ્ગજોની પ્રતિક્રિયાઓ આવવાની શરૂ થઈ ગઈ છે.

કરણ જોહરે ઇન્સ્ટાગ્રામ પર Finally! મેસેજ લખેલી પોસ્ટ કરી છે. કેપ્શનમાં લખ્યું છે કે, ‘ઐતિહાસિક ચુકાદો. આજે હું ગર્વ અનુભવી રહ્યો છું. સમલૈંગિકતાને ગુના મુક્ત ગણવું અને 377ની કલમને ખતમ કરવી માનવતાની મોટી જીત છે. દેશને તેનું ઑક્સિજન પરત મળી ગયું છે.’

આ ઉપરાંત સોનમ કપૂર, હંસલ મહેતા, ટીવી અભિનેત્રી શ્રૃતિ શેઠ, રીચા ચઢ્ઢા, આયુષ્યમાન ખુરાના, સ્વરા ભાસ્કર, વિશાલ ડાડલાની, કોંકણા સેન શર્મા જેવા કલાકારોએ સુપ્રીમ કૉર્ટનાં આ નિર્ણયને આવકાર્યો છે.