Bollywood celebrities at the wedding of Esha Ambani have seen fashion trends
  • Home
  • Featured
  • ઇશા અંબાણીના લગ્નમાં બોલીવુડ સેલિબ્રીટીનો જોવા મળ્યો હટકે ફેશન ટ્રેન્ડ

ઇશા અંબાણીના લગ્નમાં બોલીવુડ સેલિબ્રીટીનો જોવા મળ્યો હટકે ફેશન ટ્રેન્ડ

 | 3:32 pm IST

લગ્નની સીઝન ચાલી રહી છે. જેમા તમે અવનવા કપડા પહેરતા હોવ છો. ત્યારે ગત દિવસે ઇશા અંબાણીના લગ્ન હતા. જેમા બોલીવુડની દિગ્ગજ હસ્તીઓ સામેલ હતી. લગ્નમાં આ લોકોએ અલગ-અલગ ડિઝાઇન્સના ચણિયાચોળી પહેર્યા હતા. નવવિવાહિત દીપિકા-રણવીર પણ આ લગ્નમાં પહોંચ્યા હતા. આલિયા ભટ્ટ બ્લૂ કલરના લાઇટ વેટેડ લહંગામાં કૂલ લાગી અને સેક્સી લાગી રહી હતી.

શિલ્પા શેટ્ટી હંમેશાની જેમ ગ્લેમરસ સાડી લુકમાં નજરે પડીય ફેશન આઇકોન સોન કપૂર તેના પિતા અનિલ કપૂરની સાથે લગ્નમાં પહોંચી હતી. તેનો લુક પણ ડિફરન્ટ હતો. પિંક લહંગા પર તેનું નામ નામ લખેલું હતું. જ્યારે કરિશ્માએ ક્રીમ શેડની સિલ્ક સાડી પહેરી હતી અને કરીનાએ ક્રીમ કલરના ચણિયા ચોળી પહેર્યા હતા. જેની સાથે નેટનો દુપટ્ટો ક્લાસી લુક આપી રહ્યો હતો. નવાબ સેફ અલી ખાન વ્હાઇટ કલકના આઉટફિટમાં નજરે પડ્યો.