Bollywood Celebrities Controversial Kisses
  • Home
  • Entertainment
  • Bollywood
  • પોતાની દીકરીને પણ ચુંબન કરતા શર્માયો નહોતો આ બોલીવુડ દિગ્ગજ

પોતાની દીકરીને પણ ચુંબન કરતા શર્માયો નહોતો આ બોલીવુડ દિગ્ગજ

 | 6:10 pm IST

બોલીવુડ ફિલ્મોમાં ચુંબન સીનના ફિલ્માંકનમાં અભિનય કરનારા અભિનેતાઓ ઘણી વખત ચુંબનના કારણે મોટા વિવાદમાં ફસાયા છે તેવા ઘણા દાખલાઓ આપણી સામે છે છે. તે ડ્રામા ક્વિન રાખી સાવંત હોય કે પછી પ્રસિદ્ધ દિગ્દર્શક મહેશ ભટ્ટ, કોઇ જ આ વિવાદમાં ફસાવાથી બાકાત નથી રહ્યું.

ઘણા બોલીવુડ સેલિબ્રિટીઝ છે જેમના ચુંબનના કારણે જ માત્ર ચર્ચામાં રહ્યા હતા અને પોતાના નામ સાથે એક નવો વિવાજ જોડ્યો છે. તો ચાલો આપણે આજે જાણીએ એવા કેટલાક બોલીવુડ સેલિબ્રિટીઝ વિશે કે જેઓ પોતાના ચુંબનને કારણે વિવાદમાં ફસાયા હતા.

રાખી અને મિકા સિંઘ

આ બનાવ ત્યારનો છે જ્યારે વર્ષ 2007માં રાખી સાવંત મિકાના જન્મદિવસની પાર્ટીમાં ગયા, ત્યારે મીકાએ ત્યાં તેમને પકડીને ચુંબન કરી લીધુ હતુ. આ ચુંબન પછી ઘણા વિવાદો થયા હતા, જેમાં રાખી સાવંત મિકા પર ભારે ગુસ્સે થઇ હતી. આ બાબત પોલીસમાં પણ ફરિયાદ થઇ હતી.

દીપિકા પાદુકોણ અને સિદ્ધાર્થ માલ્યા

વર્ષ 2013માં દીપિકા પાદુકોણ પણ, સિદ્ધાર્થ માલ્યા સાથેના તેના ચુંબને કારણે ઘણી ચર્ચામાં રહીં હતી. તે સમયે આઈપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને કોલકાતા નાઇટ રાઈડર્સ વચ્ચે મેચ રમાઇ રહીં હતી. દીપિકા સિદ્ધાર્થ એકસાથે બેસીને મેચ જોઇ રહ્યા હતા. એવામાં જેવી રોયલ ચેલેન્જર્સ જીત હાસલ કરી કે સિદ્ધાર્થે દીપિકાને પકડીને ચુંબન કરી લીધુ હતું.

મહેશ ભટ્ટ અને પૂજા ભટ્ટ

દિગ્દર્શક-નિર્માતા મહેશ ભટ્ટનું જીવન હંમેશા વિવાદોમાં ઘેરાયેલું રહ્યું છે. તેમાંનો એક બહુચર્ચિત વિવાદ છે પોતાની જ પુત્રી પૂજા ભટ્ટ સાથેનું મહેશ ભટ્ટનું ચુંબન કે જેણે તે સમય ખૂબજ વિવાદ ઉભો કર્યો હતો. વર્ષો પહેલા, સ્ટારડસ્ટ મેગેઝિન માટે તેણે લિપ્લોક સીન કર્યો હતો, જેમાં આ તસવીરમાં તેમણે પોતાની જ દીકરી પૂજા ભટ્ટ સાથે ચુંબન કર્યું હતુ. ફોટોશોટ મેગેઝિનના કવર પૃષ્ઠ પર દર્શાવવામાં આવ્યું હતું.

તે સમયે આ તસવીરે ભારે વિવાદ ઉભો કર્યો હતો, તસવીર કરતા પણ તે સમય મહેશ ભટ્ટે કરેલી વિવાદિત ટિપ્પણી ખૂબજ ચર્ચામાં રહીં હતી. તેમણે કહ્યું હતું કે જો પૂજા તેની પુત્રી ન હોત તો તેઓ તેની સાથે લગ્ન કરી લેતા.

બિપાશા અને ક્રિસ્ટિઆનો રોનાલ્ડો

જાણીતા ફૂટબોલ ખેલાડી રોનાલ્ડોએ ભારતીય બોલીવુડમાં બૉલીવુડ અભિનેત્રી બિપાશા બાસુને જાહેરમાં ચુંબન કરીને તે સમયની મોટી હેડલાઇ બનાવી દીધી હતી. ક્રિસ્ટિઆનો અને બિપાશા એટલા બધા વિવાદમાં ઘેરાયેલા રહ્યા કે તે પછી જ્હોન અબ્રાહમે બિપાશા સાથે બ્રેકઅપ કરી લીધુ હતું.

લીના ચંદ્રાવરકર અને રામ જેઠમલાની

વર્ષ 2015 માં, રાષ્ટ્રના જાણીતા વકીલ રામ જેઠમલાણીએ એવોર્ડ ફંક્શનમાં દિગ્દર્શક લીના ચંદ્રવરકરને ખૂબજ હોટ ચૂંબન કરી લીધું હતું. આ ‘કીસ’ની ચર્ચા પછીથી ઘણી થઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન