PICS: દીપિકા-રણવીરથી લઇ શાહરૂખ-ગૌરી, એવોર્ડ નાઇટમાં જોવા મળ્યો સેલેબ્સનો જલવો - Sandesh
NIFTY 10,801.85 -4.75  |  SENSEX 35,543.94 +-12.77  |  USD 68.0700 +0.56
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • PICS: દીપિકા-રણવીરથી લઇ શાહરૂખ-ગૌરી, એવોર્ડ નાઇટમાં જોવા મળ્યો સેલેબ્સનો જલવો

PICS: દીપિકા-રણવીરથી લઇ શાહરૂખ-ગૌરી, એવોર્ડ નાઇટમાં જોવા મળ્યો સેલેબ્સનો જલવો

 | 2:42 pm IST

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ રવિવારની રાત્રે ‘હેલો! હોલ ઓફ ફેમ એવોર્ડસ’ના બ્લૂ કાર્પેટ પર નજર આવી. એન્ટરટેનર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત પણ કરવામા આવેલ દીપિકા અહિંયા ડિઝાઇનર ફાલ્ગુની અને પીકૉકનો વ્હાઇટ ફ્લોર લેન્થ ગાઉન પહેરીને આવી હતી. આ એવોર્ડ સમારંભમાં દીપિકાનો કથિત બોયફ્રેંડ અને અભિનેતા રણવીર સિંહને એન્ટરટેનર ઓફ ધ યર (મેલ)નું ટાઇટલ આપવામાં આવ્યું. આ ઇવેન્ટમાં શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત પણ નજર આવી. બોલિવૂડની એવરગ્રીન બ્યૂટી રેખા ગોલ્ડ સાડીમા પોતાનો ઝલવો વિખેર્યો હતો. ત્યાં જ રણવીર સિંહ, શાહરૂખ ખાન, રાજકુમાર રાવ, સિદ્ધાર્થ મલ્હોત્રા, કાર્તિક આર્યન નાઇટનાં ગ્રીન કાર્પેટ પર નજર આવ્યા હતાં.