Bollywood celebs at malang screening disha patani tiger shroff katrina
  • Home
  • Featured
  • Photos: મલંગની સ્ક્રિનિંગમાં કલાકારોનો દબદબો, ટાઈગર-અર્જુન કેટરીનાએ જમાવ્યુ આકર્ષણ

Photos: મલંગની સ્ક્રિનિંગમાં કલાકારોનો દબદબો, ટાઈગર-અર્જુન કેટરીનાએ જમાવ્યુ આકર્ષણ

 | 1:22 pm IST

આદિત્ય રોય કપૂર અને દિશા પટ્ટણી સ્ટારર ફિલ્મ મલંગ 7 ફેબ્રુઆરીએ એટલેકે આજે રીલિઝ થવાની છે. ફિલ્મને સોશિયલ મીડિયા પર ખુબજ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ પહેલા 6 તારીખે ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી. સ્ક્રીનિંગમાં ફિલ્મની સ્ટારકાસ્ટ ટાઈગર શ્રોફ, કેટરીના કૈફ, ચંકી પાન્ડે, હુમા કુરેશી, સોનમ કપૂર જેવા સ્ટાર જોવા મળ્યા હતા.

દિશા પટ્ટણી અને ટાઈગર શ્રોફ જગજાહેર છે. બંને એક સાથે કેટલીયે વાર જોવા મળ્યા છે. આથી મલંગની સ્ક્રીનિંગમાં ટાઈગરની સાથે દિશા હોય તે સ્વાભાવિક છે.

અર્જુન કપૂર ખાસ તેના કાકા અનિલની ફિલ્મ જોવા પહોંચ્યો હતો. કેટરીના કૈફે તેની બહેન ઇઝાબેલ સાથે આવીને આકર્ષણ જમાવ્યુ હતુ. કાર્તિક આર્યન પણ ફિલ્મની સ્ક્રીનિંગમાં જોવા મળ્યો હતો.

પુલકિત સમ્રાટ કૃતિ ખરબંદા સાથે નજર આવ્યો હતો. બંને હાથમાં હાથ નાંખી અલગ જ તરી આવતા હતા. પપ્પા અનિલ સાથે લાડલી સોનમ આવી હતી બાપ-દીકરીએ બ્લેક કલરના મેચીંગના કપડા પહેર્યા હતા.

સન્ની સિંહ અને ફાતિમા સના શેખ સ્ક્રીનિંગમાં હાજર રહ્યા હતા. નોરા ફતેહી ગ્લેમરસ વુકમાં નજર આવી. સ્ટ્રીટ ડાન્સર 3ડીમાં તેની એક્ટીંગ લોકોને ખુબજ પસંદ આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન