Bollywood Celebs Attend Akash Ambani and Sloka Mehta Wedding at Jio World Centre
  • Home
  • Featured
  • આકાશ-શ્લોકાના લગ્નનમાં પહોંચ્યા આ બોલિવૂડ સ્ટાર્સ, જુઓ રસપ્રદ તસવીરો

આકાશ-શ્લોકાના લગ્નનમાં પહોંચ્યા આ બોલિવૂડ સ્ટાર્સ, જુઓ રસપ્રદ તસવીરો

 | 6:18 pm IST

વિશ્વના ટોચના ઉદ્યોગપતિઓની યાદીમાં સામેલ મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીના શ્લોકા મહેતા સાથે આજે લગ્ન થવા થઈ રહ્યાં છે. આ લગ્ન મુંબઇ ખાતે જિયો વર્લ્ડ સેન્ટરમાં થઈ રહ્યાં છે. જિયો વર્લ્ડ સેન્ટરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. રિપોર્ટ મુજબ આ લગ્ન પ્રસંગમાં દુનિયાભરથી મહેમાનોએ હાજરી આપી છે.

રિપોર્ટ મુજબ આ વેડિંગ સેરેમનીમાં કાકા અનિલ અંબાણી અને ટીના અંબાણી, ભૂતપૂર્વ બ્રિટિશ પીએમ ટોની બ્લેર અને તેમના પત્ની, બોલિવૂડથી આમિર ખાન અને તેની પત્ની કિરણ રાવ, શાહરૂખ ખાન અને ગોરી ખાન, રણબીર સિંહ અને કરણ જોહર, મ્યુઝિક કંપોઝર વિશાલ અને શેખર, ડિઝાઇનર મનિષ મલ્હોત્રા, જેકી શ્રોફ, સંગીતકાર અનુ મલિક અને તેની ફેમિલી અને શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર મહેલા જયવર્ધને પણ હાજરી આપી છે. આ વેડિંગ સેરેમનીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપી રીતે વાયરલ થઈ રહી છે. તો આવો જોઈએ આ રસપ્રદ તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન