Bollywood celebs attend Geo Spa Award Show at Mumbai last Night
  • Home
  • Featured
  • એવોર્ડ શોમાં દેખાયા બોલિવૂડના સિતારા, રેખા-રણજીત સહિત આ કલાકારો રહ્યા હાજર

એવોર્ડ શોમાં દેખાયા બોલિવૂડના સિતારા, રેખા-રણજીત સહિત આ કલાકારો રહ્યા હાજર

 | 7:12 pm IST

બુધવાર સાંજે બોલિવૂડના કેટલાક સિતારા એક એવોર્ડ શોમાં નજરે આવ્યા હતા. જ્યો સ્પા 2019ના આ એવોર્ડ શોમાં બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી રેખાએ પણ હાજરી આપી હતી. ઉપરાંત શાહીદ કપૂર, ક્રિતી સેનોન, રવિના ટંડન અને અદિતિ રાવ હેદરી પણ હાજર રહ્યા હતા.

આ એવોર્ડ શોમાં બોલિવૂડના ગ્રેટેસ્ટ વિલેન રણજીત તેમની પત્ની સાથે આવ્યા હતા. આ સિવાય શિલ્પા શેટ્ટી, લુલિયા વન્તુર અને ઉરી ફેમ એક્ટ્રેસ યામી ગૌતમ પણ નજરે આવ્યા હતા. આ એવોર્ડ શોનું આયોજન મુંબઈ ખાતે બુધવારે રાતે કરવામાં આવ્યું હતું. જેમાં બોલિવૂડના જાણીતા કલાકારોએ રેડ કાર્પેટ પર હાજરી આપી હતી. આ એવોર્ડ શોની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ છે. જે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન