Bollywood Celebs Celebrating Valentines Day, Share Photos On Social Media
  • Home
  • Featured
  • એશ્વર્યાથી શિલ્પા શેટ્ટી સુધી: આ સેલેબ્સે આવી રીતે મનાવ્યો ‘વેલેન્ટાઇન ડે’

એશ્વર્યાથી શિલ્પા શેટ્ટી સુધી: આ સેલેબ્સે આવી રીતે મનાવ્યો ‘વેલેન્ટાઇન ડે’

 | 4:11 pm IST

બોલિવુડ સેલેબ્સ ઘણી ઉત્સાહ સાથે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી રહ્યાં છે. પ્રેમને વ્યક્ત કરવામાં બોલિવુડ સેલેબ્સ ક્યારે પાછળ રહ્યાં નથી. કેટલાક સેલેબ્સે સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર તેમના સાથીના નામે લવ નોટ લખ્યાં છે. તો કોઈએ રોમાંટિક વીડિયો શેયર કર્યો છે. વેલેન્ટાઇન ડે પર એશ્વર્યા રાય બચ્ચને ફેમિલી સાથેની એક તસવીર શેયર કરી છે. જે એ દર્શાવે છે કે વેલેન્ટાઇન ડે માત્ર કપલ માટે જ નહીં પરંતુ ફેમિલી માટે પ્રેમ દર્શાવવાનો પણ દિવસ છે.

જ્યારે સોનમ કપૂરે પતિ આંનદ આહૂજા સાથે એક રોમાંટિક પોઝ આપતા તસવીર શેયર કરી છે. પોસ્ટમાં લખ્યું છે,‘હેપ્પી વેલેન્ટાઇન ડે માય લવ…હું તમને મિસ કરુ છું અને આમણે જલ્દી મળીશું.’

ઉપરાંત એક્ટ્રેસ બિપાશા બસુને તેના પતિએ ફૂલોની સાથે એક લવ લેટર આપ્યો. બિપાશાએ સોશિયલ મીડિયા પર એવો વીડિયો પણ શેયર કર્યો છે. જેમાં તેના પતિ દ્વારા આપવામાં આવેલ લવ લેટર પછી તેઓ ઈમોશનલ થઈ જાય છે. આ વીડિયોમાં બન્નેની શાનદાર કેમિસ્ટ્રી જોવા મળી રહી છે.

બીજી તરફ શિલ્પા શેટ્ટીએ પતિ રાજ કુંદ્રા સાથે એક ક્યૂટ વીડિયો શેયર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે,‘My Valentine.. Always and forever.. Miss you.. Our first Valentine apart..Can’t wait to celebrate .. everyday with you.’

જ્યારે બોલિવુડના ‘ઝક્કાસ’ અભિનેતા અનિલ કપૂરને પ્લેનમાં એરહોસ્ટેસએ વેલેન્ટાઇન ડે વિશ કરી. અનિલ કપૂરે ટ્વિટ કરી લખ્યું કે,‘લવ ઇઝ ઇન ધ એર… થેન્કૂ જેટ એરવેઝ..મારા વેલેન્ટાઇન ડેને સ્પેશિયલ બનાવવા માટે. આ ઘણું સ્વીટ હતું. બધાને વેલેન્ટાઇન ડેની શુભકામનાઓ.’

વેલેન્ટાઇન ડેના નિમિત્તે સૌથી જોરદાર ટ્વિટ કરણ જોહરનું છે. તેમને લખ્યું કે,‘હું છેલ્લા 46 વર્ષથી પ્રેમની તલાશમાં છું. હવે આ પ્રેમ માટે વાપસીનો સમય છે. તેને મનો શોધવો પડશે. #ApnaTimeAayega #HappyValentinesDay.’

સિંગર નેહા કક્કરનું થોડા દિવસ પહેલા બ્રેકઅપ થયું હતું. હાલ તે સિંગલ છે. પરંતુ દુનિયાભરમાં તેમના કેટલાક જબરા ફેન છે. એવા જ એક ફેનનો વીડિયો નેહા કક્કરે સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે. જે નેહાને વેલેન્ટાઇન વિશ કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન