કઠુઆ-ઉનાવ રેપ મામલે ન્યાયની માંગ, રસ્તા પર ઉતર્યા બોલિવુડ સ્ટાર્સ - Sandesh
  • Home
  • Photo Gallery
  • કઠુઆ-ઉનાવ રેપ મામલે ન્યાયની માંગ, રસ્તા પર ઉતર્યા બોલિવુડ સ્ટાર્સ

કઠુઆ-ઉનાવ રેપ મામલે ન્યાયની માંગ, રસ્તા પર ઉતર્યા બોલિવુડ સ્ટાર્સ

 | 11:46 am IST

રવિવારે મુંબઇનાં કાર્ટર રોડ પર બોલિવુડ સ્ટાર સહિત હજારો લોકો કઠુઆ અને ઉનાઉ રેપ કેસ મામલે વિરોધ પ્રદર્શિત કરવા રોડ પર ઉતર્યા હતા. કઠુઆમાં 8 વર્ષની માસૂમ બાળકી સાથે થયેલી શરમજનક ઘટનાને લઇને સમગ્ર દેશમાં રોષ છે. આવામાં બોલિવુડ કલાકારોએ પણ દોષિઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. બોલિવુડની જાણીતી અભિનેત્રી ટ્વિંકલ ખન્ના, કિરણ રાવ, અદિતિ રાવ હૈદરી, કલ્કિ કોચલિન, રાજકુમાર રાવ અને તેની ગર્લફ્રેન્ડ પત્રલેખા, હેલેન, વિદ્યા માલવડે, તારા શર્મા, બિગ બોસ કંટેસ્ટેંટ સપના ભાવનાની, વિશાલ ડાડલાની, સિંગર અનુષ્કા મનચંદા અને સમીરા રેડ્ડી જેવા કલાકારો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.