Bollywood celebs who are in conflict with salman khan
  • Home
  • Featured
  • Photos: આ કલાકારો સાથે થઈ સલમાનની ટક્કર, કરગરી પડ્યાં તો પણ દબંગ ખાને ન આપી માફી

Photos: આ કલાકારો સાથે થઈ સલમાનની ટક્કર, કરગરી પડ્યાં તો પણ દબંગ ખાને ન આપી માફી

 | 7:50 am IST

બોલિવુડમાં સુલતાન ખાન પાવરફુલ પર્સનાલિટીના માલિક છે. સલમાનના દોસ્તીના અને દુશ્મનીના કિસ્સાઓ હંમેશા ચર્ચામાં રહ્યા છે. કહેવાય છે કે સલમાન જેની સાથે હાથ મિલાવે તેને બધુજ આપી દે પણ જો સુલતાન સાથે ટક્કર થઈ તો સમજો તમારૂ જીવવું હરામ થઈ ગયુ. સલમાનની દરિયાદિલીના કેટલાયે કિસ્સાઓ છે. સલમાને કેટલાયે સ્ટારકિડ્સને પોતાના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મોમાં લૉન્ચ કર્યા છે. પોતાની ફિલ્મો જ નહી તેની લોકપ્રિયતાથી ચર્ચામાં રહે છે સલમાન ખાન.

કેટલાક એવા સેલેબ્સ પણ છે જેનો સલમાન સાથે ઝઘડો થયો છે. સલમાને પછી ક્યારેય તેમને માફી જ આપી નથી. પ્રિયંકા ચોપડા, અર્જુન કપૂર, સંજય લીલા ભણસાલી, અરિજીત સિંહ આ તમામ સાથે સલમાનને કોઈને કોઈ કારણે વાંકુ પડ્યુ અને પછી ખુબજ પ્રયાસ કર્યા તો પણ સલમાને આ લોકો સાથે ક્યારેય દોસ્તીનો હાથ ન લંબાવ્યો.

પ્રિયંકા સાથે સલમાન ફિલ્મ મુજસે શાદી કરોગે કરી રહ્યો હતો. બંનેની કેમેસ્ટ્રી જાદૂ ચલાવી રહી હતી દર્શકોને આ જોડી ગમતી હતી. સલામ એ ઇશ્કમાં પણ આ જોડી સાથે કામ કરતી હતી ભારત ફિલ્મના સેટ પર અચાનક જ આ જોડી બાખડી પડી રિપોર્ટ અનુસાર પ્રિયંકાના કારણે સલમાને ભણસાલીની ફિલ્મ ઇંન્શાલ્લાહ છોડી દીધી.

અર્જુન કપૂર અરબાઝ ખાનની એક્સ વાઈફ સાથે અફેરને લઈને સલમાનના સંબંધો વણસ્યા છે. આજે એકબીજા સામ સામે આવવાનું ટાળે છે.

સંજય લીલા ભણસાળી સાથે સલમાનને ત્યારે વાકુ પડ્યુ જ્યારે તેણે પ્રિયંકા સાથે કામ કરવાની ના પાડી બંને વચ્ચે વર્ષોના સંબંધ બગડી ગયા. ટ્વિટર વોર પર તેમના સંબંધો કેટલી હદે વણસ્યા છે તે જોઈ શકાય છે.

અરિજીત સિંહ સાથે સલમાનની દુશ્મની ત્યારે થઈ જ્યારે એક કાર્યક્રમમાં સલમાનની મસ્તી કરતા સલમાનને ખરાબ લાગ્યુ હતું સલમાન સાથે સંબંધ સુધારવા અરિજીતે ખુબજ માફી માંગી પણ સલમાને માફી ન જ આપી.

વિવેક ઓબેરોય સાથે ઐશ્વર્યાના કારણે સલમાનની ટક્કર થઈ વિવેકે પાછળથી ખુબ જ પ્રયાસ કર્યા પણ સલમાને કદી વિવેકને માફી ન આપી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન