Bollywood Celebs wish Mother's Day and Beautiful Post on Social Media
  • Home
  • Entertainment
  • Bollywood
  • Mother’s Day 2019: બોલિવૂડ સહિત અન્ય ક્ષેત્રની આ સેલિબ્રિટીએ પાઠવી શુભેચ્છા

Mother’s Day 2019: બોલિવૂડ સહિત અન્ય ક્ષેત્રની આ સેલિબ્રિટીએ પાઠવી શુભેચ્છા

 | 2:58 pm IST

આજે દુનિયાભરમાં મધર્સ ડેની ઉજવણી થઈ રહી છે. મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે ઉજવવામાં આવે છે. આ દિવસે માતા અને બાળકના સુંદર સંબંધને આદર અને સન્માન આપવામાં આવે છે. આજનો આ ખાસ દિવસ માતાને સમર્પિત કરતા બોલિવૂડ અને અન્ય ક્ષેત્રના સેલેબ્સ પણ પાછળ નથી. મધર્સ ડે નિમિત્તે કેટલાક સેબેલ્સે સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરી પોતાની માતાને ધન્યવાદ આપ્યો છે અને લાગણીઓ જાહેર કરી છે.

બોલિવૂડ એક્ટર સારા અલી ખાન જે પોપ્યુલર સ્ટારકિટ્સમાંથી એક છે અને હાલ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની પહેલી પસંદ છે. તેને સોશિયલ મીડિયા એપ ઈન્સ્ટાગ્રામ પર માતા અમૃતા સિંહની તસવીર પોસ્ટ કરી મધર્સ ડે વિશ કરી છે. જ્યારે આલિયા ભટ્ટએ પણ માતા સાથે તેના બાળપણની એક ફોટો શેર કરી ફેન્સને મધર્સ ડેની શુભેચ્છા પાછવી છે. ઉપરાંત અભિનેત્રી પાયલ રોહતગીએ પણ તેની માતાની તસવીર પોસ્ટ કરી કેપ્શનમાં લખ્યું કે,‘જેમ તમે તમારી માતાનું આદર કરો છો એવી રીતે દેશનું પણ આદર કરો.’

આ સિવાય બોલ્ડ અને ગ્લેમરસ અભિનેત્રી બિપાસા બાસુએ પણ આજના દિવસે માતાને યાદ કરતા પોસ્ટ કરી છે અને ફેન્સને મધર્સ ડે વિશ કરી છે. બોલિવૂડ સેલિબ્રિટીઝની સાથે અન્ય ક્ષેત્રની જાણીતી હસ્તીઓએ પણ મધર્ડ ડે નિમિત્તે સોશિયલ મીડિયા પર સુંદર પોસ્ટ કરી ફેન્સને મધર્સ ડેની શુભેચ્છાઓ પાઠવી છે. જેમાં ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે ટ્વિટર પર માતા સાથે એક ફોટો પોસ્ટ કરી લખ્યું કે,‘કોઈ એ સાચું કહ્યું છે કે ભગવાન બધી જગ્યાએ નથી પહોંચી શકતા તેથી તેમને માતાને બનાવી છે.’ ઉપરાંત ક્રિકેટર હરભજન સિંહે પણ માતા અને ફેમિલી સાથે પોસ્ટ કરી ફેન્સને મધર્સ ડે વિશ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન