PM Narendra Modi Bonds With Bollywood's Young Icons
  • Home
  • Featured
  • Photos: બોલિવૂડમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જાદૂ, પ્રશંસકોની લાંબી લચક યાદી

Photos: બોલિવૂડમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જાદૂ, પ્રશંસકોની લાંબી લચક યાદી

 | 9:06 am IST

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામાન્ય જનતામાં ખુબજ લોકપ્રિય છે. બોલિવૂડના સ્ટાર્સના જીવનમાં પણ તેમનું ખુબજ મહત્વ રહેલું છે. જ્યારે જ્યારે કોઈ ખાસ અવસર હોય PM મોદી સાથે આ કલાકારો તેમની સાથે હળતા ભળતા જોવા મળે છે.

અક્ષય કુમારે PM મોદી સાથે ઈંન્ટરવ્યુ કર્યો તેમાં પણ PM મોદી એકદમ હળવા ફુલ મૂડમાં જોવા મળ્યા હતા. તો સલમાન ખાન સાથે પતંગ ચગાવતા પણ આપણે તેમને જોયા જ છે. પ્રધાનમંત્રીએ બોલિવૂડના સ્ટાર્સ સાથે જ્યારે જ્યારે સમય વિતાવ્યો છે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાસ્પદ રહ્યું છે.

અક્ષય કુમાર
અક્ષય કુમાર અને મોદી અવાર નવાર મળતા આપણે જોયા છે. PM મોદીને જ્યારે જ્યારે સમય મળે તેમના મંતવ્ય દર્શાવતા જોઈ શકાય છે. મોદીના જીવનની રસપ્રદ વાતો જ્યારે અક્ષય કુમારે કરી ત્યારે તેમના પ્રશંસકો ખુબજ ખુશ થયા હતા.

સની દેઓલ
એક્ટર સની દેઓલે 2019માં જ્યારે ચૂંટણીમાં ઝંપલાવ્યુ ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી ગુરદાસપુરની બેઠક જીત્યા અને આ ખાસ અવસરે તેમણે PM મોદી સાથે મુલાકાત કરી હતી. PM મોદી ટ્વીટર પર સની દેઓલની પ્રશંસા કરી હતી.

શિલ્પા શેટ્ટી
પ્રધાનમંત્રી મોદીએ ફિટ ઈન્ડિયા મૂવમેન્ટને ભારતમાં લૉન્ચ કર્યું હતુ. આ દરમિયાન તેમની મુલાકાત શિલ્પા શેટ્ટી સાથે થઈ હતી. સોશિયલ મીડિયા પર PM મોદી હંમેશા સાદગી પૂર્ણ અને પ્રેરણાદાયક જીવન જીવી છવાયેલા રહે છે. ફિટ ઈન્ડિયા મૂવમેન્ટમાં શિલ્પાએ PM મોદીના આશિર્વાદ લીધા હતા.

અનુપમ ખેર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રશંસકોમાં અનુપમ ખેર મોખરે છે. સમયે સમયે PM મોદી સાથે અનુપમ ખેર જોવા મળે છે. હાલમાં અનુપમ ખેર PM મોદીને ઓટોબાયોગ્રાફી આપવા પહોંચ્યા હતા.

સલમાન ખાન
સુપરસ્ટાર સલમાન ખાન PM મોદીના ભારે પ્રશંસક છે. મકર સંક્રાતિએ બંને એ પતંગ ઉડાવીને આનંદ માણ્યો હતો. PM મોદીએ પતંગ ચગાવી ત્યારે તેમના હાથ પર સલમાને બેન્ડેડ લગાવી હતી.

અનુષ્કા શર્મા
ખુબસુરત અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના રિસેપ્શનમાં ખાસ મોદી પહોંચ્યા હતા અને આશિર્વાદ આપ્યા હતા.

અમિતાભ બચ્ચન
નરેન્દ્ર મોદી અને બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન વચ્ચે ખાસ મુલાકાત થઈ હતી ગુજરાત ટુરિઝમને પ્રાત્સાહિત કરવા આ ખાસ મુલાકાત યોજાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન