bollywood director ram gopal verma affair with urmila matondkar
  • Home
  • Entertainment
  • Bollywood
  • આ ડાયરેક્ટર સાથે લવ-અફેર પછી ઉર્મિલા માતોંડકરનુ ફિલ્મી કરિયર બરબાદ થઈ ગયું!

આ ડાયરેક્ટર સાથે લવ-અફેર પછી ઉર્મિલા માતોંડકરનુ ફિલ્મી કરિયર બરબાદ થઈ ગયું!

 | 2:34 pm IST

ભારતીય સિનેમાના ખુબ જાણીતા ડાયરેક્ટર રામ ગોપાલ વર્મા એક સમયે સિનેમાની ફેક્ટરી તરીકે જાણીતો હતો. અનુરાગ કશ્યપ જેવા લોકો આ જ ફેક્ટરીમાંથી બહાર નીકળેલા માણસો છે. પરંતુ હવે એવું માનવામાં આવે છે કે આ ફેક્ટરી બરાબર નથી ચાલી રહી. કારણ કે અમુક કિસ્સા ચર્ચાયા બાદ તેના પર ઘણા દાગ લાગ્યાં. એવો જ એક કિસ્સો એટલે કે અભિનેત્રી ઉર્મિલા માંતોડકર સાથેનું અફેર.

1995માં આવેલી ફિલ્મ રંગીમાં માટે ઉર્મિલાને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મ રામ ગોપાલ વર્માની હતી. આ પછી ઉર્મિલાની ગાડી ગતિથી ભાગવા લાગી. તેણે સત્યા, પિંજર, જુદાઈ અને કૌન જેવી શાનદાર ફિલ્મો આપી. એમાંથી વધારે પડતી ફિલ્મોનું કનેક્શન રામ ગોપાલ વર્મા સાથે છે. રામ ગોપાલ વર્માની 1995માં આવેલી ફિલ્મ રંગીલાથી તેનો જાદુ ચલાવ્યો. ત્યારબાદ તે ફિલ્મ પ્રોડ્યુસર કરતો રહ્યો અને લખતો પણ રહ્યો.

આ બધા વચ્ચે તેના પર ઉર્મિલા સવાર થઈ. રામ ગોપાલ વર્મા અને ઉર્મિલા ખુબ સાથે જોવા મળવા લાગ્યા. થોડો સમય થતાં બન્ને વચ્ચે કંઈક ખિચડી રંધાવા લાગી અને માર્કેટમાં બન્નેના અફેરની ચર્ચા ખુબ થવા લાગી. કહેવામાં આવી રહ્યું છે કે, ઉર્મિલાનું કરિયર ટોપ પર હોય તો તેનો ફાળો રામ ગોપાલને જાય છે. પરંતુ એવું પણ કહેવાય છે કે, તેના જ કારણે ઉર્મિલાનું કરિયર બરબાદ પણ થઈ ગયું.

થોડો સમય બાદ રામૂએ શોલે ફિલ્મની નકલ પર ‘રામ ગોપાલ વર્માકી આગ’ એવી ફિલ્મ બનાવી. આ ફિલ્મ પર ભારે વિવાદ થયો અને રામૂનો જમાનો ગયો. ત્યારબાદ કેટલીય ફિલ્મો બનાવી પણ એકેય ખાસ ચાલી જ નહીં. સાથે સાથે ઉર્મિલાનું ફિલ્મી કરિયર પણ બરબાદ થઈ ગયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન