Bollywood ex couples who never worked together after their breakup
  • Home
  • Featured
  • Photos: આ કલાકારોનો પ્રેમ રહ્યો ચર્ચામાં, કહાનીનો આવ્યો ખરાબ અંજામ

Photos: આ કલાકારોનો પ્રેમ રહ્યો ચર્ચામાં, કહાનીનો આવ્યો ખરાબ અંજામ

 | 12:04 pm IST

બોલિવૂડમાં સંબંધો બને અને બગડે તે ખુબજ સામાન્ય વાત છે. કેટલાયે એવા કલાકારો છે જે સેટ પર એક સાથે કામ કરીને પ્રેમમાં પડ્યા અને બ્રેકઅપ પછી એકબીજા સામે જોવા પણ ઉભા ન રહ્યા. એવી કેટલીયે જોડીઓ છે જેમને આજે આપણે એકબીજા સાથે હોત તો કેવુ થાત એવું કલ્પતા જોઈ શકીએ છીએ. આ એવી જોડીઓ છે જેમની જોડી હંમેશા એકબીજા સાથે યાદ કરવામાં આવશે.

ઐશ્વર્યા રાય સલમાન ખાન એવું નામ જેને હંમેશા યાદ કરવામાં આવશે. બંનેનો પ્રેમ લડાઈ તકરાર હંમેશા ચર્ચામાં રહ્યા. જ્યારે બંનેનો પ્રેમ પાંગર્યો ત્યારે દર્શકો આ જોડીને સાથે જોવા આતુર હતા બ્રેકઅપ પછી આ જોડી પોતપોતાના રસ્તે આગળ વધી ગયા. આજે ઐશ્વર્યા પરણીને ઠરીઠામ થઈ ગઇ છે. બચ્ચન પરિવારની આ વહુ એક પુત્રીની માતા છે. ઐશ્વર્યા અને સલમાનની પ્રેમ કહાનીનો ખુબજ ખરાબ અંજામ આવ્યો.

અક્ષય કુમાર – શિલ્પા શેટ્ટી
એક સમય એવો હતો જ્યારે અક્ષય અને શિલ્પા ક્યારે લગ્ન કરશે બસ એ જ ચર્ચાનો વિષય હતો. બંનેએ સગાઈ પણ કરી લીધી હતી. કહેવાય છે કે અક્ષયની એક શરત હતી કે લગ્ન પછી શિલ્પા ફિલ્મોમાં કામ નહીં કરે શિલ્પાને આ વાત મંજુર ન હતી. બંનેનો પ્રેમ અધુરો જ રહ્યો. અક્ષયે ટ્વિંકલ સાથે તો શિલ્પાએ રાજ સાથે લગ્ન કરી લીધા છે અને હવે ક્યારેય એકબીજા સામે આવવાનું પણ ટાળે છે.

શાહિદ કપૂર-પ્રિયંકા ચોપડા
શાહિદ અને પ્રિયંકાએ જાહેરમાં તેમનો પ્રેમ ક્યારેય સ્વીકાર્યો નથી પણ પાર્ટીઓમાં ફિલ્મના સેટ પર આ કપલ સાથે જોવા મળતુ હતુ જોકે આ જોડી પણ પોતપોતાના રસ્તે આગળ નીકળી ગઈ.

જ્હોન અબ્રાહમ-બિપાશા બસુ
જ્હોન અને બિપાશાએ નવ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. એવોર્ડ હોય કે પાર્ટી આ જોડી સાથે જ જોવા મળતી બ્રેકઅપ પછી એકબીજાના રસ્તે આગળ નીકળી ગયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન