films Courted Controversies that shooked the audience
  • Home
  • Featured
  • Photos: જ્યારે રૂપેરી પડદે દર્શાવાયુ દુષ્કર્મ પીડિતાનું દર્દ, એવી ફિલ્મો જેણે દર્શકોને કંપાવી દીધા

Photos: જ્યારે રૂપેરી પડદે દર્શાવાયુ દુષ્કર્મ પીડિતાનું દર્દ, એવી ફિલ્મો જેણે દર્શકોને કંપાવી દીધા

 | 7:58 am IST

હૈદરાબાદમા ડૉક્ટર સાથે થયેલ ગેન્ગરેપ અને હત્યાના મામલાએ સમગ્રદેશને ધ્રુજાવી દીધો છે. ગેન્ગરેપ થયા બાદ સળગાવી દેવાની ઘટના એટલી નીંદનીય છે કે સમગ્ર દેશમાંથી એક જ સુર ઉઠી રહ્યો છે કે અપરાધિઓને આકરામાં આકરી સજા ફટકારવામાં આવે. આવી ઘટનાઓને બોલિવુડે તેના પડદા પર લાવી દર્દને વર્ણવ્યુ છે. પેલી કહેવત છે ને કે જેના પર વીતે તે જાણે આતો ખરેખર ખુબજ નીંદાવાળી ઘટના છે તેમાં કોઈ શંકા નથી. આરોપીઓને સજા મળવી જ જોઈએ. દામીનીથી લઇને બેન્ડિટ ક્વીન બોલિવુડની એવી ફિલ્મો જેણે દર્શકોને ઝણઝણાવી દીધા.

દામિની (1993)
1993માં આવેલ રાજકુમાર સંતોષીની ફિલ્મ દામિની ઓલટાઈમ હિટ ફિલ્મ છે જે ફિલ્મમાં રેપ પીડિતાની મદદ કરી રહેલ મીનાક્ષી શેષાદ્રીની કહાની છે. આ ફિલ્મમાં સની દેઓલ, અમરીશ પુરી અને મીનાક્ષી શેષાદ્રીએ દમદાર એક્ટીંગ કરી હતી. ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો છે.

બેન્ડિટ ક્વીન (1996)
શેખર કપૂરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ બેન્ડિટ ક્વીન ડાકુરાણી ફુલન દેવીની સત્યકથા પર આધારિત છે. આ ફિલ્મમાં સીમા બિશ્વાસે ફૂલન દેવીના જીવનને આબેહુબ પડદા પર દર્શાવ્યુ છે.

હમારા દિલ આપકે પાસ હૈ (2000)
ઐશ્વર્યા રાય અને અનિલ કપૂરની આ ફિલ્મમાં ઐશ્વર્યાએ પીડિતાની ભૂમિકા નિભાવીને જાન રેડી દીધી છે. ફિલ્મમાં આપણા દંભી સમાજ પર ધારદાર કટાક્ષ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ એક એવી મહિલાની કહાની છે જેણે હત્યા થતા જોઈ લીધી હોવાથી તેના પર રેપ કરવામાં આવે છે. સમાજ આખો આ ઘટનાબાદ રેપ પીડિતાનો બહિષ્કાર કરી દે છે. અનિલ કપૂર આ સમયે તેને સાથ આપે છે.

કાબિલ (2017)
આ કહાની એક એવા કપલની છે જે અંધ હોય છે અને તેની લાચાર વિવિશ પત્ની પર સામુહિક બળાત્કાર થાય છે. પતિ બદલો છે આ ફિલ્મમાં યામી ગૌતમે દમદાર રોલ નિભાવ્યો છે.

જખ્મી ઔરત (1988)
આ ફિલ્મ એક મહિલા પોલીસ ઓફિસરની કહાની છે જેની સાથે સામુહિક બળાત્કાર થાય છે. પાછળથી તે અપરાધિઓને સજા આપે છે. આ ફિલ્મમાં ડિમ્પલ કાપડીયાએ દમદાર રોલ કર્યો છે.

આ સિવાય દુશ્મન, આખિરી રાસ્તા, બેનામ બાદશાહ જેવી ફિલ્મોમાં બળાત્કાર જેવી દર્દનાક ઘટનાઓનું આલેખન થયુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન