બોલિવૂડને મળશે દક્ષિણ ભારતની આ એક ખૂબસૂરત હીરોઈન, જાણો કોણ છે - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • બોલિવૂડને મળશે દક્ષિણ ભારતની આ એક ખૂબસૂરત હીરોઈન, જાણો કોણ છે

બોલિવૂડને મળશે દક્ષિણ ભારતની આ એક ખૂબસૂરત હીરોઈન, જાણો કોણ છે

 | 4:39 pm IST

વૈજયંતીમાલા, પદ્મિની, હેમા માલિની, દીપિકા પદુકોણ જેવી દક્ષિણ ભારતની અનેક હીરોઇનોએ બોલિવૂડમાં પગદંડો જમાવ્યો છે. એમાં એક નવું નામ ઉમેરાઈ રહ્યું છે શ્રદ્ધા શ્રીનાથનું. દક્ષિણની ફિલ્મોમાં જાણીતી શ્રદ્ધા તિગ્માંશુ ધુલિયાની ફિલ્મ મિલન ટોકીઝથી બોલિવૂડમાં એન્ટ્રી કરી રહી છે.

પાંચેક વરસ અગાઉ શાહિદ કપૂરને લઈ મિલન ટોકીઝ બનાવવાની જાહેરાત થઈ હતી પણ એનાથી આગળ વધી શકી નહીં. હવે ફરી તિગ્માંશુ ધુલિયાએ ફિલ્મ બનાવવાની જાહેરાત કરવાની સાથે શ્રદ્ધા શ્રીનાથને સાઇન કરી છે.

મિલન ટોકીઝ એક થિયેટરની કથા છે. મલ્ટિપ્લેક્સના દોરમાં સિંગલ સ્ક્રીન બંધ થવા લાગ્યા અને ફિલ્મની વાર્તા પણ એ સંઘર્ષ સાથે આગળ વધતી જાય છે. ફિલ્મનું શૂટિંગ માર્ચ મહિનાથી ઉત્તર પ્રદેશના લખનઉ, મથુરા અને વૃંદાવનમાં શરૂ થશે.

બે વરસ અગાઉ બેંગ્લુરૂના ફ્લાય ઓવર પર થયેલા અકસ્માત પર આધારિત કન્નડ ફિલ્મ યૂ-ટર્ન માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.