bollywood isha koppikar opens up about casting couch experience
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘કેટલાય સેક્રેટરીએ શરીરને જ્યાં ત્યાં ટચ કર્યું, પર્સનલમાં મળવા બોલાવી’ અભિનેત્રીએ પોલ ખોલી

‘કેટલાય સેક્રેટરીએ શરીરને જ્યાં ત્યાં ટચ કર્યું, પર્સનલમાં મળવા બોલાવી’ અભિનેત્રીએ પોલ ખોલી

 | 9:47 am IST

ગયા વર્ષે તનુશ્રી દત્તાએ મીટુ અભિયાન અંતર્ગત પોતાના પર વિતેલી આપવીતી સંભળાવી હતી. તેમણે નાના પાટેકર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. આ પછી ઘણી અભિનેત્રીઓએ બોલિવૂડ થતી વાતો ખોલી હતી અને તેમની શોષણની ઘટનાઓ શેર કરી હતી. બોલિવૂડમાં આ અભિયાન સતત ચાલી રહ્યું છે. તાજેતરમાં જ અભિનેત્રી ઇશા કોપિકરે કાસ્ટિંગ કાઉચ વિશે મોટો ખુલાસો કર્યો હતો.

ઇશા કોપિકરે થોડા વર્ષો પહેલા જ ફિલ્મમાંથી બ્રેક લીધો. આ દિવસોમાં તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેણે એક મોટા સુપરસ્ટાર પર કાસ્ટિંગ કાઉચનો આક્ષેપ કર્યો છે અને તેનો અનુભવ શેર કર્યો છે.

એક ન્યૂઝ પોર્ટલ સાથેની વાતચીતમાં ઇશા કોપિકરે જણાવ્યું હતું કે એક મોટા સુપરસ્ટારે તેને ખાનગીમાં મળવાનું કહ્યું હતું. ઇશાએ કહ્યું, ‘હા, મને પણ ઓફર મળી હતી. એક ફિલ્મ નિર્માતાએ મને કહ્યું કે એક ફિલ્મ બનાવવામાં આવી રહી છે. તમારે કલાકારોના સંપર્કમા રહેવાની જરૂર છે. તેથી મેં તમને બોલાવ્યા છે. અભિનેતાએ મને તેના આખા દિવસનું શેડ્યૂલ કહ્યું. તે હીરો સવારે વહેલો ઉઠે છે અને જીમમાં જાય છે. એ અભિનેતાએ મને તેના ડબિંગ અને કેટલાક કામ માટે મળવા બોલાવી.

વાતચીતમાં ઈશાએ આગળ કહ્યું- ‘તેણે મને પૂછ્યું કે હું કોની સાથે આવું છું. મેં તેમને કહ્યું કે હું મારા ડ્રાઇવર સાથે આવીશ. આ પછી તેણે કહ્યું ના, કોઈની સાથે નહીં એકલી જ આવ ‘

‘હું એ સમયે એટલી પણ નાની ન હતી કે મને ખબર ન પડે કે એનો ઈશારો શું છે. તો મેં કહ્યું કે હું કાલે ફ્રી નથી. હું તમને પછીથી કહીશ. આ ઘટના પછી મેં નિર્માતાને ફોન કર્યો અને કહ્યું કે તેઓ મને મારા ટેલેન્ટ પર કાસ્ટ કરે. મને એક ભૂમિકા માટે તમે આ બધી બાબતો કરવા માટે દબાણ ન કરી શકો.

આ ઘટના સિવાય ઇશાએ કહ્યું કે ઘણી વખત તેને કેટલાક મોટા સેક્રેટરિયો દ્વારા શરીરને જ્યાં ત્યાં ટચ કરવામાં આવી હતી. નેપોટિઝમના કારણે તેને ફિલ્મોમાં ઘણી વખત રોલ નહોતો મળ્યો. તેની ભૂમિકા છીનવી લેવામાં આવી હતી અથવા કોઈની ગર્લફ્રેન્ડને અથવા કોઈની દીકરીને આ રોલ આપવામાં આવતો.

આ વીડિયો પણ જુઓ: મહાનું સંકટ હટ્યું નથીને વધુ એક સિસ્ટમ સક્રિય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન