Bollywood Jacqueline fernandez hidden camera, seeing photos, viral photos
  • Home
  • Featured
  • કેમેરા જોઇને આખરે જેકલીન ફર્નાડિસે કેમ છુપાવી લીધો ચહેરો, તસવીરો થઇ વાયરલ

કેમેરા જોઇને આખરે જેકલીન ફર્નાડિસે કેમ છુપાવી લીધો ચહેરો, તસવીરો થઇ વાયરલ

 | 9:33 am IST


બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાંડિસને શનિવારે સ્પૉટ કરવામાં આવી. સામાન્ય રીતે જેકલીન કેમેરામેનને જોઇને સ્માઇલ આપીને હેલો બોલે છે. જ્યારે પ્રથમ વખત તે કેમેરામેનને જોઇને તેનો ચહેરો છુપાવતી જોવા મળી. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. તસવીરોમાં જેકલીને તેનો ચહેરો પિંક કલરના સ્કાર્ફથી કવર કર્યો છે.

મળતી માહિતી પ્રમાણે ફિલ્મના શૂટ દરમિયાન જેકલીનની વીઆઇપી બોટ પલટી ગઇ જેને લઇને જેકલીને પબ્લિક બોટમાં સફર કરવું પડ્યું. તસવીરોમાં જેકલીને સફેદ રંગની ટીશર્ટ અને ડેનિમ જીન્સ પહેરેલી નજરે પડી રહી છે. તેને માથા પર પિંક કલરનો સ્કાર્ફ ઓઢી રાખ્યો છે. જેકલીન ફર્નાડિસ જલદી જ ફિલ્મ ડ્રાઇવમાં સુશાંતસિંહ રાજપૂત સાથે કામ કરતી નજરે પડશે. આ ફિલ્મનું નિર્દેશન તરુણ મનસુખાની કરશે. જેકલીન ફર્નાડિસની આ પહેલાની ફિલ્મ રેસ-3 હતી. આ ફિલ્મને ખાસ ચાલી નહી. પરંતુ બોક્સ ઓફિસ પર આ ફિલ્મે સારી કમાણી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન