Bollywood Khiladi Kumar Gave Self Defense Training to School Girls
  • Home
  • Videos
  • Featured Videos
  • બોલિવુડ ખિલાડી કુમારે 2000થી વધુ છોકરીઓને આપી ટ્રેનિંગ, જુઓ વીડિયો

બોલિવુડ ખિલાડી કુમારે 2000થી વધુ છોકરીઓને આપી ટ્રેનિંગ, જુઓ વીડિયો

 | 5:31 pm IST

અક્ષય કુમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બોલિવુડ ખિલાડી કુમાર છોકરીઓને સેલ્ફ ડિફેંસ(Self Defence)ની ટ્રેનિંગ આપતા નજરે આવી રહ્યા છે. આ વીડિયોને ખૂદ અક્ષય કુમારે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કર્યો છે.

તમને બતાવી દઈએ કે તાજેતરમાં મહારાષ્ટ્રના ઠાણેમાં એક સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ કેપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં શાળાની 2000થી વધુ છોકરીઓ હાજર રહી હતી. આ ટ્રેનિંગ કેમ્પમાં અક્ષય કુમાર પણ સામેલ થયો હતો. અક્ષય કુમારે આ કેમ્પનો વીડિયો શેયર કરતા લખ્યું કે,‘મને ખુશી છે કે આજે ઠાણેમાં આયોજિત સેલ્ફ ડિફેંસ ટ્રેનિંગ કેમ્પમાં 2000થી વધુ છોકરીઓએ ભાગ લીધો હતો.

આ કેમ્પમાં છોકરીઓને સેલ્ફ ડીફેંસની બેસિક તકનીકો વિશે માહિતી આપવામાં આવી. મને આશા છે કે આ ટ્રેનિંગ કેમ્પથી તેઓને મદદ થશે અને તેમાંથી મોટાભાગે છોકરીઓ અમારા ટ્રેનિંગ સેન્ટરમાં આવશે.’ અક્ષય કુમારના આ વીડિયોને લોકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યો છે અને આ કામ માટે અક્ષયના વખાણ પણ થઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન