રિયલ લાઇફનાં વિલન પર બની છે ‘આ’ બોલિવૂડ ફિલ્મો

650

બોલિવૂડનાં કિંગ ખાનની ફિલ્મ ‘રઇસ’ 25 જાન્યુઆરીનાં રોજ રિલીઝ થવા જઇ રહી છે. આ ફિલ્મમાં શાહરૂખ એક બૂટલેગરની ભૂમિકા ભજવી રહ્યો છે. કહેવામાં આવી રહ્યુ છે કે, આ ફિલ્મ 80 અને 90નાં દાયકામાં ગુજરાતમાં ગેરકાયદેસર દારૂનો વેપાર કરનાર ગેંગસ્ટર અબ્દુલ લતીપ પર આધારિત છે. તમને જણાવી દઇએ કે, બોલિવૂડમાં ઘણીખરી એવી ફિલ્મો છે, જેમાં રિયલ લાઇફનાં વિલનને પડદા પર દેખાડવામાં આવ્યા છે.

raees

મિલન લુથરિયાની ફિલ્મ ‘વન્સ ઓપન ટાઇમ અન મુંબઇ’ અંડરવર્લ્ડની દુનિયાને ખુબ નજીકથી બતાવે છે. હાજી મસ્તાન અને દાઉદ ઇબ્રાહિમનાં જીવન પર બનેલ આ ફિલ્મમાં અંડરવર્લ્ડની કાળી દુનિયા પર રાઝ કરનાર ડોનનાં સારા મૂલ્યોને દર્શાવામાં આવ્યા છે. આ ફિલ્મમાં અજય દેવગને હાજી મસ્તાનની ભૂમિકા ભજવી છે.

ajay

વર્ષ 2013માં રિલીઝ થયેલ સંજય ગુપ્તાની ફિલ્મ ‘શૂટઆઉટ એટ વડાલા’ 1970નાં ખતરનાક ગેંગસ્ટર માન્યા સુર્વેનાં જીવન પર આધારિત હતી. 1982માં તેની મોત થઇ હતી, જેને અત્યાર સુધીનું સૌથી પહેલુ પોલીસ એન્કાઉન્ટર માનવામાં આવે છે.

John

‘પાનસિંહ તોમર’ એક સૈનિકથી લઇને એથલિય અને ડાકૂ સુધીનાં સફર પર બનેલ ફિલ્મ પાન સિંહ તોમરનાં જીવન પર આધારિત ફિલ્મ છે. તિંગ્માશુ ધુંલિયાની આ ફિલ્મમાં ઇરફાન ખાને મુખ્ય ભૂમિકા ભજવી હતી.

Erfan khan