Bollywood mega movie 'Suryaputra Mahavir Karna' has been announced
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • બોલિવૂડમાં ધૂમ મચાવશે મેગા ફિલ્મ ‘સૂર્યપુત્ર મહાવીર કર્ણ’, ટાઈટલ લોગો રિલીઝ

બોલિવૂડમાં ધૂમ મચાવશે મેગા ફિલ્મ ‘સૂર્યપુત્ર મહાવીર કર્ણ’, ટાઈટલ લોગો રિલીઝ

 | 5:45 pm IST
  • Share

ભારત (India)ના ઈતિહાસે અને પૌરાણિક કથાઓએ હંમેશા લોકોને આકર્ષિત કર્યા છે. મહાભારત (Mahabharat)માં સૂર્યપુત્ર કર્ણ (Karna)ના પાત્રએ હંમેશા લોકોને પોતાની તરફ ખેંચ્યા છે. તેના પર બનેલી સીરિયલ સફળ રહી છે. હવે તેને મોટા પરદા ઉપર લાવવાની તૈયારી કરી છે. ફિલ્મના પ્રોડ્યૂસર જેકી ભગનાની (Jackky Bhagnani)એ ફિલ્મ સૂર્યપુત્ર મહાવીર કર્ણ (SuryaPutra Mahaveer Karna) ના ટાઈટલ લોગોને રિલીઝ કરી દીધો છે.

 

View this post on Instagram

 

A post shared by JACKKY BHAGNANI (@jackkybhagnani)

પ્રોડ્યૂસર અને એક્ટર જેકી ભગનાની(Jackky Bhagnani)એ ફિલ્મનો ટાઈટલ લોગો રિલીઝ કર્યો છે. તેની સાથે જ તેણે કર્ણ પર ચર્ચા કરતા કહ્યું કે,  કર્ણની જિંદગી આધ્યાત્મ, ઉદારતા, વિનમ્રતા, ગરિમા, આત્મસમ્માન અને જીવનની કોઈપણ પરિસ્થિતિમાં પોતાના પ્રત્યે આદર ભાવ શિખવે છે. મારા આ ડ્રિમ પ્રોજેક્ટને તમારા દરેક સામે લાવવા માટે ઉત્સુક છું. ફિલ્મના ટાઈટલ લોગોની સાથે તેમા ઉપયોગ કરવામાં આવેલા ગ્રૈંડ વિઝ્યુલ ઈફેક્ટસની પણ એક ઝલક બતાવવામાં આવી છે.

karna movie

સૂર્યપુત્ર મહાવીર કર્ણ એક બહુભાષીય પ્રોજેક્ટ છે. જેને હિંદી, તમિલ, તેલુગૂ, કન્નડ અને મલયાલમ ભાષામાં બહુ જ મોટા લેવલ ઉપર રિલીઝ  કરવામાં આવશે. ફિલ્મની સ્ક્રિપ્ટ આર.એસ.વિમલે લખી છે. અને તે જ આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. આ પૂજા એન્ટરટેઈનમેન્ટની અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ હશે. જેકી ભગનાની, દીપશિખા દેશમુખ અને વાસુ ભગનાની ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા છે.

કર્ણની સાથે કુમાર વિશ્વાસની બોલિવૂડમાં એન્ટ્રી

kumar vishwas karna movie

ફિલ્મના ડાયલોગ્સ ડો.કુમાર વિશ્વાસે લખ્યા છે. આ પહેલી વખત છે જ્યારે કુમાર વિશ્વાસ કોઈ ફિલ્મ સાથે જોડાઈ રહ્યા છે. હિંદી, ઉર્દુ અને સંસ્કૃત માટે તેમનો પ્રેમ જગજાહેર છે. હવેત મની આ શૈલીને સૂર્યપુત્ર મહાવીર કર્ણમાં દર્શકો જોશે. મંચઉપર તેમની કવિતાઓ અને શબ્દોના જાદુથી તો દરેક જાણીતા છે. હવે ફિલ્મમાં પર્દા પાછળ રહીને તે પોતાનો જાદુ ચલાવશે.

કોણ નિભાવશે કર્ણનું પાત્ર

vikram karna movie

ફિલ્મની જાહેરાત અને ટાઈટલ લોગો રિલીઝની સાથે ચાહકોની ઉત્સુક્તા વધી ગઈ છે. ચાહકો ફિલ્મમાં કર્ણના પાત્ર માટે એક્ટરનું નામ જાણવા માટે ઉત્સુક્તા બતાવી રહ્યા છે. મળતી માહિતી મુજબ ફિલ્મમાં સાઉથ અભિનેતા વિક્રમ કર્ણનું પાત્ર નિભાવી રહ્યો છે.

આ વીડિયો પણ જુઓઃ જીતુ વાઘાણી સાથે સંદેશ ન્યૂઝની ખાસ વાતચીત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન