Bollywood My Assam is burning, is under curfew For NRC and CAB Singer Papon cancels Delhi Show
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘માફ કરજો દિલ્હીના લોકો હું કાલે ગાઇ શકીશ નહીં, મારું આસામ સળગી રહ્યું છે’

‘માફ કરજો દિલ્હીના લોકો હું કાલે ગાઇ શકીશ નહીં, મારું આસામ સળગી રહ્યું છે’

 | 7:36 am IST

બોલિવૂડ પાર્શ્વ ગાયન અને સૂફી સંગીત માટે પ્રખ્યાત પાપોને દિલ્હીમાં આયોજીત તેના સિંગિગ કોન્ટર્સ રદ કરી દીધી છે. આ શો રદ કરવાનું કારણ તેના રાજ્ય આસામના હાલતને ગણાવ્યું છે. નાગરિકતા સંશોધન બિલ લોકસભા તથા રાજ્યસભામાં પાસ થયા બાદ આસામમાં જબરજસ્ત વિરોધ જોવા મળી રહ્યો છે. અહીંયાના લોકો પરીક્ષા તથા નોકરીઓ છોડીને રસ્તા પર ઉતરી આવ્યા છે અને બિલ વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યાં છે. પોલીસ તથા લોકો વચ્ચે જબરજસ્ત અથડામણ થઈ રહી છે. આસામમાં પરિસ્થિતિ એટલી હદે બેકાબૂ બની ગઈ હતી કે ત્યાંના 10 જિલ્લાઓમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો.

રાજ્યની રાજધાની ગુવાહાટીમાં જ પ્રદર્શનકારીઓએ કર્ફ્યૂનું ઉલ્લંઘન કર્યું હતું. અહીં તોડફોડ કરવામાં આવી હતી. આ ઉપરાંત અહીં 48 કલાક માટે ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ છે. બોલિવૂડ સ્ટાર્સે આ વિરોધ પ્રદર્શનને લઈ ટ્વીટ પણ કરી છે. આસામના સિંગર પેપોને દિલ્હીમાં આયોજીત પોતાનો શો કેન્સલ કરવાની વાત કરી છે.

આ અંગે પેપોને ટ્વીટ કરીને કહ્યું હતું, ડિયર દિલ્હી, મને માફ કરજો પરંતુ મેં નક્કી કર્યું છે કે કાલે થનારા કોન્સર્ટમાં હું પર્ફોર્મ કરી શકીશ નહીં. મારું રાજ્ય આસામ સળગી રહ્યું છે, રડી રહ્યું છે અને કર્ફ્યૂમાં છે. હું જે માનસિક સ્થિતિમાં છું, તે પરિસ્થિતિમાં હું તમારા માટે પર્ફોર્મ કરી શકીશ નહીં.

સિંગર પેપોને કહ્યું હતું, મને ખ્યાલ છે કે તમારી સાથે અન્યાય થયો છે, કારણ કે તમે બહુ પહેલેથી શોની ટિકિટ ખરીદી હશે અને તમે પહેલેથી જ આ શોની તૈયારી કરી હશે. મને આશા છે કે શો ઓર્ગેનાઈઝર્સ તમારી મદદ કરશે. હું વચન આપું છું કે ભવિષ્યમાં હું તમારા માટે પર્ફોર્મ કરવા જરૂર આવીશ. આશા છે કે તમે લોકો આ વાતને સમજી શકશો. ઉલ્લેખનીય છે કે પેપોન ‘દમ લગા કે હઈશા’ના ગીત ‘મોહ મોહ કે ધાગે’ને કારણે ઘણો જ લોકપ્રિય થયો હતો. પેપોન મુંબઈમાં પોતાની પત્ની તથા બે સંતાનો સાથે રહે છે.

ઉલ્લેખનીય છે કે નાગરિકતા સંશોધન બિલમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન તથા અફઘાનિસ્તાનના હિંદુ, જૈન, ખ્રિસ્તી, શિખ, બૌદ્ધ તથા પારસી કમ્યુનિટીને ભારતીય નાગરિકતા આપવાની વાત કહેવામાં આવી છે. આ બિલમાંથી મુસ્લિમ લોકો બહાર છે. ભારતના નોર્થ-ઈસ્ટ રાજ્યો આ બિલનો વિરોધ કરી રહ્યાં છે, તેમને ડર છે કે અહીંયા પહેલેથી જ શરણાર્થીઓ મોટી સંખ્યામાં રહે છે અને રાજ્યમાં વસ્તી વધારો થયો છે. આ બિલ પાસ થવાથી હવે શરણાર્થીઓ કાયદેસર રીતે અહીંયા રહી શકશે. આસામના લોકોને ડર છે કે તેઓ પોતાના જ રાજ્યમાં લઘુમતીમાં આવી જશે. ભારતના અન્ય વિસ્તારો આ બિલનો એટલા માટે વિરોધ કરી રહ્યાં છે કે તેમના મતે, આ બિલ ભારતના બંધારણની વિરુદ્ધ છે.

આ પણ જુઓ : સરકાર સામેના વિરોધમાં કોંગ્રેસી કોર્પોરેટર હવે શરમમાં મુકાયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન